માઇકલ વૉને કહ્યું લગે રહો જિમ્મી, ભારત સામે સ્લેજિંગ ચાલું રાખ
માન્ચેસ્ટર, 7 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની માઇકલ વૉને રવિન્દ્ર જાડેજા વિવાદમાં માત્ર ઝડપી બોલર જેમ્સ એન્ડરસનનો બચાવ જ નથી કર્યો પરંતુ તેને સલાહ પણ આપી છેકે, ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાનારી ચોથી ટેસ્ટમાં ભારતને રિપોર્ટ કરવાની તક આપ્યા વગર પોતાનું સ્લેજિંગ ચાલું રાખે.
વૉને ટેલીગ્રાફમાં લખ્યું છેકે, જિમ્મીએ ઓલ્ડ ટ્રેફર્ડમાં પણ સ્લેજિંગ જારી રાખવું જોઇએ, પરંતુ ભારતને ફરીથી રિપોર્ટ કરવાની કોઇ તક ન આપવી જોઇએ. તે ઇંગ્લેન્ડ માટે શ્રેણી જીતી રહ્યો છે અને બન્ને ટીમો વચ્ચે રાજકીય તણાવ વધી ગયો છે. તેથી જો તે ફરીથી અનાવશ્યક વિવાદમાં ફસાય છે તો તેનાથી તે નબળો પડી જશે.
નોંધનીય છેકે, એન્ડરસન પર જાડેજાને ધક્કો મારવાના મામલે આઇસીસી ન્યાયિક આયોગે નિર્દોષ જાહેર કર્યો હતો. આ મામલે બીસીસીઆઇએ કરેલી સમીક્ષાની અપીલને પણ નામંજૂર કરી દેવામાં આવી છે. વૉને તેવામાં એન્ડરસનને સલાહ આપી છેકે તેણે મેદાન પર પોતાના શબ્દોની પસંદગીમાં સાચવેતી રાખવી પડશે.
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટર ટેસ્ટઃ ધોની સામે હશે આ ચાર પડકારો
આ પણ વાંચોઃ- નવી ‘ટીમ ઇન્ડિયા'માં સ્થાન, જાણો શું કહ્યું કર્ણ-સેમસને
આ પણ વાંચોઃ- અનુભવીઓની અવગણનાઃ ઇંગ્લેન્ડ સામે ટકારશે આ નવી ‘ટીમ ઇન્ડિયા'

જિમ્મી આવું થાય તે નહીં ઇચ્છે
વૉને કહ્યું કે, જ્યારે તમે માઇકલ ક્લાર્કે ગયા વર્ષે બ્રિસબેનમાં જેમ્સ એન્ડરસન અંગે કરેલી ટિપ્પણી સાંભળો અથવા તો જિમ્મી મહેન્દ્ર સિંહ ધોનીને ‘જાડો' કહીં દે તો પછી અમ્પાયર હસ્તક્ષેપ કરે છે. જિમ્મી સમજી જશે કે તે ખોટો છે અને તે આ પ્રકારના શબ્દો સાથે જોડાવાનું પસંદ નહીં કરે. તેના બાળકો નાના છે અને તે નહીં ઇચ્છેકે ભવિષ્યમાં તેઓ આ પ્રકારની ટિપ્પણીઓ વાંચે.

જિમ્મીને હેન્ડલ કરવો ભારે પડશે
લોર્ડ્સ ટેસ્ટ ગુમાવ્યા બાદ સાઉથમ્પટનમાં ઇંગ્લેન્ડે પુનરાગમન કર્યું હતું. મેન ઓફ ધ મેચ થનારા એન્ડરસને સાત વિકેટ ઝડપી હતી, વૉને કહ્યું છેકે મહેન્દ્ર સિંહ ધોની એન્ડ કંપનીને ફરી એકવાર જિમ્મીને હેન્ડલ કરવો ભારે પડશે.

વૉને જણાવી ધવનની સમસ્યા
વૉને કહ્યું કે, એન્ડરસનનો સામનો કરવામાં ધોનીએ પોતાની તમામ પ્રકારની ટેક્નિકને યાદ કરવી પડશે. ઇંગ્લેન્ડ માટે શિખર ધવન એક ટોસ્ટ સમાન છે. સ્લિપ કોર્ડન ધવનને તેની ટેક્નિકલ પ્રોબ્લેમ્સ યાદ અપાવી દે છે.

સ્લેજિંગ એ ક્રિકેટનો ભાગ
વૉને કહ્યું કે સ્લેજિંગ એ ક્રિકેટનો એક ભાગ છે, બસ તેમાં હદ પાર થી ન જોઇએ. ઝડપી બોલર્સે તેનો ઉપયોગ મેકેનિઝમ તરીકે કરવો જોઇએ અને તે વ્યક્તિગત અપશબ્દો સુધી ન પહોંચવી જોઇએ, મન તેનાથી કોઇ આપત્તિ નથી.












Click it and Unblock the Notifications
