માન્ચેસ્ટર ટેસ્ટઃ ધોની સામે હશે આ ચાર પડકારો
સાત ઑગસ્ટથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટર ખાતે રમાનારી છે. આ ટેસ્ટમાં ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની તરફથી કેવા પ્રકારની ટીમની પસંદગી કરવામાં કરવામાં આવશે તેને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે ખેલાડીઓની પસંદગીની સાથોસાથ ધોનીને ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે.
આ પડકારો એવા છે જેમાંથી અનેકવાર મહેન્દ્ર સિંહ ધોની સફળતાપૂર્વક બહાર આવી ગયા છે, પરંતુ આ વખતે સ્થિતિ થોડીક વધારે નાજૂક છે. કારણ કે, શ્રેણી 1-1થી બરાબર પર છે અને ધોનીએ ખેલાડીઓની પસંદગી સમજી વિચારીને કરવાની જરૂર ઉભી થઇ છે. જો આ ટેસ્ટ મેચ ભારતે ગુમાવી દીધી તો ટેસ્ટ શ્રેણી જીતવાનું સ્વપ્ન ભારત ગુમાવી દેશે અને અંતિમ ટેસ્ટમાં શ્રેણી હારનો ભય ભારતના મનોબળન નબળો પાડી દેશે. તો ચાલો તસવીરો થકી ધોની સામે ઉભા થયેલા પડકારો અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- નવી ‘ટીમ ઇન્ડિયા'માં સ્થાન, જાણો શું કહ્યું કર્ણ-સેમસને
આ પણ વાંચોઃ- અનુભવીઓની અવગણનાઃ ઇંગ્લેન્ડ સામે ટકારશે આ નવી ‘ટીમ ઇન્ડિયા'

પહેલો પડકાર બોલિંગ ક્ષેત્ર
ધોની સામે સૌથી મોટો જો કોઇ પડકાર હોય તો તે બોલિંગ લાઇન છે, કારણ કે ઇશાંત શર્મા જેવો અનુભવી બોલર ઇજાના કારણે બહાર છે, તો ઇનફોર્મ બોલર ભુવનેશ્વર કુમાર પણ ઇજાનો સમાનો કરી રહ્યો છે, તેવામાં ધોની સામે ઝડપી બોલરની પસંદગી કરવામાં ઘણી સાવચેતી રાખવી પડી શકે છે, કારણ કે પંકજ સિંહને આપેલી તકમાં તે નિષ્ફળ ગયો હતો. બીજી તરફ આર અશ્વિનને ટીમમાં સમાવવાને લઇને પણ તેણે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવો પડશે.

ધવન કે ગંભીર
ધોની સામે બીજો પડકાર શિખર ધવનનું નિષ્ફળ જવું છે. છેલ્લી ત્રણેય મેચોમાં શિખર ધવન પોતાની પ્રતિભા અનુસાર દેખાવ કરી શક્યો નથી, જેના કારણે ધોનીએ ચોક્કસપણે બેટિંગ લાઇનમાં તેના સ્થાને અન્ય કોઇ ખેલાડીને સમાવવાની જરૂર ઉભી થઇ છે. આ માટે ધોની અનુભવી બેટ્સમેન ગૌતમ ગંભીર પર દાવ ખેલી શકે છે, પરંતુ મુશ્કેલી એ પણ છેકે ગંભીર ઘણા લાંબા સમય બાદ ટીમમાં પુનરાગ્મન કરી રહ્યાં છે, તેવામાં ધોની ધવનના સ્થાને ગંભીરને લેશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.

રોહિત શર્મા કે સ્ટૂઅર્ટ બિન્ની
ધોની માટે અન્ય એક મોટો પડકાર મધ્યમક્રમની બેટિંગ લાઇન પણ છે. કારણ કે ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી બે એવા ખેલાડી છે જે પોતાના દમ પર મેચનો પાસો પલટી શકે છે, પરંતુ હાલ એ બન્ને ખેલાડી પોતાની પ્રતિભાનુસાર રમી રહ્યાં નથી, તેવામાં ધોનીએ બાકી રહેલા એક સ્થાન માટે પહેલા સ્ટૂઅર્ટ બિન્ની અને બાદમાં રોહિત શર્મા પર દાવ ખેલ્યો હતો, પરંતુ રોહિત શર્મા એ તકનો લાભ ઉઠાવી શક્યો નથી અને બિન્ની પણ ઓલ રાઉન્ડ પ્રદર્શન કરી શક્યો નથી, તેવામાં આ બન્ને ખેલાડીમાંથી કોને પસંદ કરવો તે એક પડકાર સમાન છે.

ફિલ્ડિંગ સુધારવી જરૂરી
ટીમની પસંદગી બાદ પણ મેદાન દરમિયાન ધોની માટે સૌથી મોટો પડકાર બની રહી છે, તેની ફિલ્ડિંગ. કારણ કે ફિલ્ડિંગના મામલે ભારત ઘણું નબળું જણાઇ રહ્યું છે. ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની ફિલ્ડિંગ ખરાબ રહી હતી અને જો ફિલ્ડિંગ ખરાબ રહેશે તો બોલર્સ પણ કંઇ કરી શકશે નહીં તેથી ચોથી ટેસ્ટમાં ભારતે ફિલ્ડિંગ સુધારવા પર ખાસ જોર આપવું પડશે.












Click it and Unblock the Notifications
