અનુભવીઓની અવગણનાઃ ઇંગ્લેન્ડ સામે ટકારશે આ નવી ‘ટીમ ઇન્ડિયા’
મુંબઇ, 6 ઑગસ્ટઃ 2015માં યોજાનારા વિશ્વકપને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારોએ યુવા લેગ સ્પિનર કર્ણ શર્મા અને વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામે થનારી પાંચ મેચોની વનડે શ્રેણી અને ટી20 માટેની 17 સભ્યોની ટીમ માટે પસંદ કર્યા છે. 25 ઑગસ્ટથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણીનો પ્રારંભ થવાનો છે.
મંગળવારે બીસીસીઆઇની વરિષ્ઠ પસંદગી સમિતિની બેઠક મળી હતી, જેમાં યુવરાજ સિંહેને પડતો મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ગૌતમ ગંભીરની અવણગના કરવામાં આવી હતી. બીસીસીઆઇ સેક્રેટરી સંજય પટેલે કહ્યું છેકે, આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારા વિશ્વકપને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ યુવાનો પર ભાર મુક્યો છે. આ શ્રેણી માટે જેટલા પણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, તે યુવાન છે.
19 વર્ષીય સેમસન કે જેના મેન્ટર્ડ રાહુલ દ્રવિડ છે, તેણે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ચતુષ્કોણિય શ્રેણીમાં ભારત એ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેણે આ શ્રેણીમાં 244 રન બનાવ્યા હતા. તેમજ રણજી ટ્રોફીની વાત કરવામાં આવે તો તેમાં સેમસને 58.88ની એવરેજથી 530 રન બનાવ્યા છે અને આઇપીએલની છેલ્લી બે શ્રેણીમાં પણ તેનું પ્રદર્શન સરાહનીય રહ્યું છે.
26 વર્ષીય કર્ણ કે જે રેલવે માટે રમે છે અને આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદનો ખેલાડી છે, તેણે ગત શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 13 મેચોમાં 11 વિકેટ ઝડપી છે. સંજય પટેલે વધુમાં જણાવ્યું છેકે, અમિત મિશ્રા કે જે હાલની ટેસ્ટ ટીમનો ભાગ છે, તેઓ ઇજાના કારણે શ્રેણીમાંથી બહાર થઇ ગયા છે. ઇશાંત શર્મા ઇજામાંથી બહાર આવી રહ્યાં છે અને પાંચમી ટેસ્ટમાં તેઓ રમી શકશે. આ અંગે વધુ જાણવા તસવીરો પર ક્લિક કરો.
આ પણ વાંચોઃ- ‘ક્રોધિત' ધોનીએ ઇસીબીને કહ્યુ હતું, સમાધાન નહીં
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સાથે ભીડશે ભારતઃ જાણો શું કહે છે ઇતિહાસ
આ પણ વાંચોઃ- 2003નો વિશ્વ કપ, સચિનના 673 રનઃ દ્રવિડે જણાવ્યું રહસ્ય

આ ખેલાડીઓને પડતા મુકાયા
ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી અને ટી-20 માટેની ટીમમાં ચેતેશ્વર પૂજારા, યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, ઇશાંત શર્મા, હરભજન સિંહ, ઇશ્વર પાંડે, વરુણ એરોન અને વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને પડતા મુકવામાં આવ્યા છે.

બે ઓલ રાઉન્ડર-બે સ્પિનર્સ
ટીમમાં સ્ટઅર્ટ બિન્ની અને રવિન્દ્ર જાડેજાના રૂપમાં બે ઓલરાઉન્ડરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ સામે આર અશ્વિન અને કર્ણના રૂપમાં બે વિશેષજ્ઞ સ્પિનરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પાંચ ઝડપી બોલર્સ
ટીમમાં સમાવેશ કરવામાં આવેલા ઝડપી બોલર્સ અંગે વાત કરવામાં આવે તો પાંચ ઝડપી બોલર્સને અંતિમ 17માં સામેલ કરવામાં આવ્યા છે, જેમાં ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સમી, ઉમેશ યાદવ, મોહિત શર્મા અને ધવલ કુલકર્ણી છે.

છ બેટ્સમેન-બે વિકેટકીપર
ભારતીય ટીમમાં વિરાટ કોહીલ, શિખર ધવન, રોહિત શર્મા, સુરેશ રૈના, અજિંક્ય રહાણે અને અંબાતી રાયડૂના રૂપમાં છ બેટ્સમેન અને મહેન્દ્ર સિંહ ધોની તથા સેમસનના રૂપમાં બે વિકેટકીપરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતીય ટીમ પર એક નજર
મહેન્દ્ર સિંહ ઘોની(સુકાની), વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, સ્ટુઅર્ટ બિન્ની, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સમી, મોહિત શર્મા, અંબાતી રાયડૂ, ઉમેશ યાદવ, ધવલ કુલકર્ણી, સંજૂ સેમસન અને કર્ણ શર્મા.

વનડે અને ટી-20નો કાર્યક્રમ
પહેલી વનડે બ્રિસ્ટલમાં (25 ઑગસ્ટ), કાર્ડિફ(27 ઑગસ્ટ), નોટિંઘમ(30 ઑગસ્ટ), બર્મિંઘમ(2 સપ્ટેમ્બર) અને હેડિંગ્લે(5 સપ્ટેમ્બર). જ્યારે એકમાત્ર ટી20 સાત સપ્ટેમ્બરના રોજ બર્મિંઘમ ખાતે રમાશે.