For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ક્રોધિત’ ધોનીએ ઇસીબીને કહ્યુ હતું, સમાધાન નહીં

|
Google Oneindia Gujarati News

લંડન, 5 ઑગસ્ટઃ એન્ડરસન મુદ્દે ઇંગ્લેન્ડ અને વોલ્સ ક્રિકેટ બોર્ડ(ઇસીબી)સાથે સેટલમેન્ટની ટીમના હાલના મેનેજરની વાતને ફગાવતા ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ફગાવી દીધી છે. આઇસીસીના જ્યુડિશિઅલ કમિશનર જોર્ડન લેવિસ દ્વારા ભારતની અપીલને ખારીજ કરી દેવામાં આવ્યા બાદ આ મુદ્દો ગરમાયો છે. ભારતે એન્ડરસન પર લેવલ ત્રણનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર ઇસીસીએ આઇસીસી ચેરમેન એન શ્રીનિવાસનનો સંપર્ક કર્યો હતો અને આ મુદ્દાને શાંત પાડવા તથા ધોની સાથે વાતચીત કરવા અંગે કહ્યું હતું, પરંતુ આ પહેલ નિષ્ફળ ગઇ છે. ભારતીય સુકાની પીછેહઠ કરવા તૈયાર નથી અને પોતાની વાતને મક્કમતાથી રજૂ કરી રહ્યાં છે.

લોર્ડ્સ ખાતે રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટના એક દિવસ પૂર્વે આ વિવાદના સૌહાર્દપૂર્ણ સમાધાન માટે દેવ અને ઇસીબી દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ભારત તરફથી એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે એન્ડરસને જાડેજા સાથે ગેરવર્તણૂક કરી હતી અને તેને ધક્કો માર્યો હતો, બીજી તરફ ઇસીબીએ જાડેજા પર લેવલ બેનો આરોપ લગાવ્યો હતો. આ અંગે વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- એન્ડરસન વિવાદઃ બ્રીટિશ મીડિયાએ ઉડાવી ધોનીની મજાક
આ પણ વાંચોઃ- ક્રિકેટના 58 વર્ષ જૂના આ રેકોર્ડે ઉડાડી દીધા હતા બધાના હોશ

ઇસીબી-બીસીસીઆઇની મધ્યસ્થીની યોજના

ઇસીબી-બીસીસીઆઇની મધ્યસ્થીની યોજના

નોંધનીય છેકે આ ઝઘડો થયો હતો એ વાતનો અસ્વીકાર ઇસીબીએ ક્યારેય કર્યો નથી, પરંતુ તેમણે કહ્યું કે આ નાનો ઝઘડો હતો અને જાડેજા પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેણે આ ઝઘડાની શરૂઆત કરી હતી. મહત્વની વાત એ છેકે ડોટન અને દેવ બન્ને તરફથી મધ્યસ્થીની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. બીજી ટેસ્ટના પહેલા સેશન દરમિયાન ઇસીબીની ઓફીસ ખાતે બન્નેની બેઠક યોજવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ અંગે દેવે ધોની સાથે વાત કરી હતી પરંતુ ધોનીએ મેનેજરને આ પ્રકારની બેઠક યોજવાની ના પાડી દીધી હતી.

આ છ બાબતો અંગે થવાની હતી વાતચીત

આ છ બાબતો અંગે થવાની હતી વાતચીત

દેવ અને ડોટન વચ્ચે આ વિવાદનું સમાધાન લાવવા માટે છ મુદ્દાઓ પર વાતચીત થવાની હતી. જેમાં 1), એન્ડરસન એક ઉપયુક્ત નિવેદન જાહેર કરે. 2), એન્ડરસન દ્વારા કરવામાં આવેલા નિવેદનનો સ્વીકાર કરતું નિવેદન જાડેજા કરે. 3), આ વિવાદને પૂર્ણ કરવા માટે બન્ને જાહેરમાં હાથ મિલાવે. 4), ભારત તરફથી એન્ડરસન પર લગાવવામાં આવેલા ચાર્જને હટાવવામા આવે. 5), ઇંગ્લેન્ડ તરફથી ભારત પર લગાવવામાં આવેલા ચાર્જને હટાવવામાં આવે. 6), બીસીસીઆઇ અને ઇસીબી દ્વારા એક સયુંક્ત નિવેદન કરવામાં આવે જેમાં એ વાતનો ઉલ્લેખ હોય કે બન્ને તરફથી આ વિવિદને ઉકેલવામાં આવ્યો છે.

ધોનીએ તેને માનવાનો ઇન્કાર કરી દીધો

ધોનીએ તેને માનવાનો ઇન્કાર કરી દીધો

ધોની દ્વારા કરવામાં આવેલા આરોપોને મજબૂત બનાવે તેવા પુરાવાઓ નહીં મળતા ભારત તરફથી આ કેસ ગુમાવવાની ભીતિને ધ્યાનમાં રાકીને બીસીસીઆઇના વચગાળાના પ્રમુખ શિવલાલ યાદવ અને દેવ બન્ને તરફથી આપવામાં આવેલા પોઇન્ટને મીડિએટર દ્વારા જણાવવામાં આવ્યા હતા. ધોની દ્વારા કરવામાં આવેલા દાવાના વિરોધમાં ત્રીજી પાર્ટીએ કરેલા નિવેદન અનુસાર આ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે અંગે તેમને અવગત કરવામાં આવ્યા હતા, પરંતુ આ પ્રકારની બાતમી મળતા ધોનીએ તેને માનવાનો ઇન્કાર કરી દીધો હતો.

આઇસીસીને ન દેખાઇ એન્ડરસન-જાડેજાની ‘ભૂલ'

આઇસીસીને ન દેખાઇ એન્ડરસન-જાડેજાની ‘ભૂલ'

જાડેજા અને એન્ડરસન વિવાદ અંગે પોતાની સુનાવણી દરમિયાન આઇસીસીએ કહ્યું હતું કે, આઇસીસી આચારસંહિત હેઠળ આ બન્ને ખેલાડીઓની ભૂલ જણાતી નથી. આ સુનાવણી અંદાજે છ કલાકની આસપાસ ચાલી હતી. જેમાં જ્યુડિશિયલ કમિશનર ગોર્ડન લુઇસ એએમએ બન્ને ખેલાડીને નિર્દોષ જાહેર કર્યા હતા. આઇસીસીએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છેકે, આઇસીસીની આચારસંહિતા અનુસાર ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન અને ભારતના રવિન્દ્ર જાડેજાની કોઇ ભૂલ જ્યુડિશિયલ કમિશનરને જણાઇ નહોતી.

English summary
Indian cricket captain Mahendra Dhoni shot down and consequently prevented the current manager of the touring party in England Sunil Dev from exploring a settlement with the managing director of cricket at the England and Wales Cricket Board (ECB) Paul Downton on the Anderson affair.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X