For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2003નો વિશ્વ કપ, સચિનના 673 રનઃ દ્રવિડે જણાવ્યું રહસ્ય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 ઑગસ્ટઃ વિશ્વ કપ 2003માં સચિન તેંડુલકર ભલે શાનદાર ફોર્મમાં રહ્યાં હોય પરંતુ તેમના પૂર્વ સાથી રાહુલ દ્રવિડે જણાવ્યું કે, આ ચેમ્પિયન બેટ્સમેને નેટમાં એક પણ બોલ રમ્યો નહોતો. એ વિશ્વકપમાં સચિને રેકોર્ડ 673 રન બનાવ્યા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ 98 રનની શ્રેષ્ઠ ઇનિંગ રમી હતી.

દ્રવિડે કહ્યું કે, સચિનની તૈયારી સમયાનુસાર બદલતી રહે છે. તેમણે 2003ના વિશ્વકપમં નેટ પર એકપણ બોલ રમ્યો નહોતો. તેમણે માત્ર થ્રો ડાઉંસ પર અભ્યાસ કર્યો. અમે બધા જ અચંભામાં હતા કે તેઓ આવું કેમ કરી રહ્યાં છે. મે જ્યારે તેમને પૂછ્યુ તો તેમણે કહ્યું કે મને સારું લાગી રહ્યું છે. હું નેટમાં અભ્યાસ કરવા માગતો નથી. હું મારી બેટિંગ અંગે સારું અનુભવી રહ્યો છું. જો મને આવું લાગી રહ્યું છે તો હું રન બનાવીશ અને તેવું જ થયું હતું. તેંડુલકરને પોતાના સમકાલિન મહાન ક્રિકેટર ગણાવતા દ્રવિડે કહ્યું કે, તેમણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાંખ્યો છે. અંગે વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- ‘ક્રોધિત' ધોનીએ ઇસીબીને કહ્યુ હતું, સમાધાન નહીં
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સાથે ભીડશે ભારતઃ જાણો શું કહે છે ઇતિહાસ
આ પણ વાંચોઃ- એંડ્ર્યૂ સ્ટ્રોસે કહ્યું, ‘... તો માન્ચેસ્ટરમાં ભારત નહીં જીતી શકે'

ભારતીય ક્રિકેટનું પરિદૃશ્ય બદલી નાંખ્યું

ભારતીય ક્રિકેટનું પરિદૃશ્ય બદલી નાંખ્યું

તેમણે વધુંમાં કહ્યું કે, તેમણે મેદાનની અંદર અને બહાર ભારતીય ક્રિકેટનું પરિદૃશ્ય બદલી નાંખ્યું છે. તેંડુલકર સાથે એક આખી પેઢી મોટી થઇ. તેમના ઉતાર અને ચઢાવ જોયા અને તેમની સાથે પોતાના સ્વપ્નને જીવ્યા. ભારતમાં અનેક લોકો ક્રિકેટર બનવાના સ્વપ્ન જોવા લાગ્યા. તેમણે કહ્યું કે, 24 વર્ષથી એક આખી પેઢીને એ દાવો કરવાનું સૌભાગ્ય મળ્યુ છેકે તેમણે તેંડુલકરને વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બનતા જોયા છે.

તે પ્રેરણાસ્ત્રોત છે

તે પ્રેરણાસ્ત્રોત છે

દ્રવિડે કહ્યું કે તેંડુલકરે કલ્પનાની ઉપર કરી દેખાડ્યું છે. હું જેટલા બેટ્સમેનો સાથે રમ્યો છું, તેમાં તેઓ સર્વશ્રેષ્ઠ છે. તે પ્રેરણાસ્ત્રોત છે. સોળ વર્ષનો છોકરો આવું કરી શકે છે, જે તેમણે કરી દેખાડ્યું છે તે વિચારવું પણ અવિશ્વસનીય છે. મને લાગ્યું કે જો આ આવું કરી શકે છે તો મારે પણ ટેસ્ટ ક્રિકેટર બનવાનો પ્રયાસ કરવો જોઇએ.

તેંડુલકર પર સ્વાર્થી હોવાના આરોપ અંગે દ્રવિડનું મંતવ્ય

તેંડુલકર પર સ્વાર્થી હોવાના આરોપ અંગે દ્રવિડનું મંતવ્ય

તેંડુલકર પર સ્વાર્થી હોવાનો આરોપ લાગ્યો હતો, જે અંગે દ્રવિડે કહ્યું કે, અમે બધા સદી બનાવવા માગીએ છીએ, રન બનાવવા માગીએ છીએ અને તેનાથી ટીમને જ ફાયદો થાય છે. તેમણે કહ્યું કે, જ્યારે કોઇ સદીની સદી લગાવે તો તમે તેની દરેક ઇનિંગની સમીક્ષા કરવા લાગશો. તમને તમારો પક્ષ રાખવા માટે અનેક ઇનિંગ્સ મળી જશે, પરંતુ એવી ઘણી ઇનિંગ્સ છે, જેમાં તેમની સદી ભારતીય ક્રિકેટ માટે મહત્વની રહી. તેંડુલકર નબળા બોલિંગ આક્રમણના કારણે ભારતને કેટલીક ટેસ્ટ મેચોમાં જીત અપાવી શક્યા નથી.

તેંડુલકરની સૌથી મોટી શક્તિ તેમનું વલણ

તેંડુલકરની સૌથી મોટી શક્તિ તેમનું વલણ

દ્રવિડે એમ પણ કહ્યું કે, તેંડુલકરની સૌથી મોટી શક્તિ તેમનું વલણ છે. તેમનામાં દબાણને સહન કરવાની શક્તિ છે. તે સોળ વર્ષની ઉમરથી તેને મહત્વ આપી રહ્યાં છે અને આટલા વર્ષો સુધી અપેક્ષાઓના દબાણને સહન કરતા સારું રમવું અને તેનાથી વિચલીત નહીં થવું તે સાબિત કરે છેકે તેમનું દિમાગ કેટલું અદભૂત છે.

English summary
Sachin Tendulkar produced a fairytale run in the 2003 World Cup, which, in his own words, included the biggest match of his career, without facing a single ball in the nets, according to former teammate Rahul Dravid, who says the iconic cricketer "defied imagination."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X