For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એંડ્ર્યૂ સ્ટ્રોસે કહ્યું, ‘... તો માન્ચેસ્ટરમાં ભારત નહીં જીતી શકે’

|
Google Oneindia Gujarati News

માન્ચેસ્ટર, 5 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની એન્ડ્ર્યૂ સ્ટ્રોસે ઓલ્ડ ટ્રોફોર્ડ ટેસ્ટ પહેલા કહ્યું છેકે, ભારતીય ક્રિકેટ ટીમે આ મેચમાં માત્ર વધારે આક્રમકતાની જ જરૂર નથી, પરંતુ અંતિમ ઇલેવનમાં ચાર બોલર્સ સાથે તેમના માટે આ ટેસ્ટ મેચ જીતવી ઘણી જ મુશ્કેલ બની જશે.

સ્ટ્રોસે કહ્યું કે, મા મતે જો ભારત માત્ર ચાર બોલર્સ સાથે મેદાનમાં ઉતરશે તો તેમના માટે મોટી સમસ્યા થશે. આ એક ભૂલ સાબિત થશે. મને નથી લાગતું કે તેઓ માત્ર ચાર બોલર્સની મદદથી આ મેચ જીતી શકશે.

સ્ટ્રોસે વધુમાં કહ્યું છેકે, મારું માનવું છેકે, તેઓ સ્થિતિ અને પીચના આધારે ટીમની પસંદગી કરવા માગે છે, પરંતુ એ પાસાઓ પર જો વિચાર કરવામાં આવે તો તેઓ સાઉથમ્પટન ખાતે સંપૂર્ણપણે ખોટા સાબિત થયા હતા. સાઉથમ્પટનની પીચમાં મેચના અંતિમ દિવસે ટર્ન થવાની ખાસિયત છે. તેથી હું આશ્ચર્ય પામ્યો હતો કે તેમણે આ મેચમાં આર અશ્વિનને રમાડ્યો નહોતો.

ભારતીય થિંક ટેન્કના નિર્ણયથી આશ્ચર્ય

ભારતીય થિંક ટેન્કના નિર્ણયથી આશ્ચર્ય

પહેલી ટેસ્ટ ડ્રોમાં પરિણમ્યા બાદ લોર્ડ્સ ખાતે મહેન્દ્ર સિંહ એન્ડ કંપનીએ શાનદાર જીત નોંધાવી અને ત્રીજી ટેસ્ટમાં તેમણે વધુ એક બેટ્સમેનને ઉતારવાનો નિર્ણય કર્યો. ઇંગ્લેન્ડ આ ટેસ્ટ મેચ જીતી ગયું અને પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીને તેમણે 1-1થી બરાબર કરી નાંખી. સ્ટ્રોસ ભારતીય થિંક ટેન્કના આ નિર્ણયથી ઘણા જ આશ્ચર્ય પામ્યા હતા.

ભારતની માનસિકતા નકારાત્મક અને રક્ષાત્મક

ભારતની માનસિકતા નકારાત્મક અને રક્ષાત્મક

સ્ટ્રોસે કહ્યું કે, હું એટલા માટે પણ આશ્ચર્ય પામ્યો હતો કે તેમણે વધારે બેટ્સમેનને રમાડવાનો નિર્ણય કર્યો અને સ્ટુઅર્ટ બિન્નીને પડતો મુક્યો. તેનાથી એ જાહેર થઇ ગયું હતું કે તેઓ નકારાત્મક હતા અને તેમની માનસિકતા રક્ષાત્મક હતી. તેઓ પ્રયત્ન કરી રહ્યાં હતા કે મેચ હારીએ નહીં અને જ્યારે તમે આ પ્રકારના વલણથી રમો છો ત્યારે મોટાભાગે પરાજય મળે છે.

લોર્ડ્સના પરાજય બાદ ઇંગ્લેન્ડની શાનદાર વાપસી

લોર્ડ્સના પરાજય બાદ ઇંગ્લેન્ડની શાનદાર વાપસી

ભારત બીજી ટેસ્ટ 95 રને જીત્યા બાદ સાઉથમ્પટનમાં 266 રનથી હારી ગયું. સ્ટ્રોસે ઇંગ્લેન્ડના પ્રયત્નોને વખાણ્યા છે. તેમણે કહ્યું કે, લોર્ડ્સ ટેસ્ટમાં મળેલા પરાજય બાદ આ સારું પુનરાગ્મન હતુ. ઇંગ્લેન્ડ માટે આ કડવી ગોળી સમાન હતું કારણ કે દરેક વસ્તુ તેમના હકમાં હતી છતાં તેમણે મેચ ગુમાવી દીધી. તેથી સાઉથમ્પટનમાં તેમના પર દબાણ હતું અને તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.

પરફેક્ટ ટેમ્પલેટ ટેસ્ટ જીતાડી શકે

પરફેક્ટ ટેમ્પલેટ ટેસ્ટ જીતાડી શકે

તેમણે કહ્યું કે, સાઉથમ્પટન ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીત્યો અને પહેલા બેટિંગ પસંદ કરી, ત્યારબાદ તેમણે ભારત પર દબાણ વધાર્યું. ઇંગ્લેન્ડના સુકાનીએ પણ ફોર્મ પરત મેળવ્યું. ઇયાન બેલે રન બનાવ્યા, જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડે સારી બોલિંગ કરી. જો તમારી પાસે પરફેક્ટ ટેમ્પલેટ હોય તો તમે કેવી રીતે મેચ જીતી શકો છો તેનું એ ઉદાહરણ હતું.

English summary
Taking a dig at the Indian approach ahead of the Old Trafford Test, former England skipper Andrew Strauss has said that the visitors not only need more aggression but will also find it extremely difficult to win a Test match with four bowlers in their XI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X