For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સાથે ભીડશે ભારતઃ જાણો શું કહે છે ઇતિહાસ

|
Google Oneindia Gujarati News

ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. શ્રેણીની ત્રણ ટેસ્ટ રમાઇ ચૂકી છે, જેમાં પહેલી ટેસ્ટ ટ્રેન્ટ બ્રીજ ખાતે રમાઇ હતી, જે ડ્રોમાં પરિણમી હતી. આ ટેસ્ટ સાથે જાડેજા અને એન્ડરસન વિવાદ જોડાયેલો છે, જે આજે પણ સમાચારોમાં ચમકી રહ્યો છે. બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સ ખાતે રમાઇ હતી, જ્યાં ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. ત્યારબાદ ત્રીજી ટેસ્ટ મેચ સાઉથમ્પટન ખાતે રમાઇ હતી. જેમાં ભારતનો કારમો પરાજય થયો હતો અને લોર્ડ્સની જે ખુશી હતી તે ગમમા પરિવર્તિત થઇ ગઇ હતી. આ ટેસ્ટ મેચમાં પણ એન્ડરસને અજિંક્ય રહાણે સાથે જીભાજોડી કરી હતી.

હવે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટર ખાતે રમાઇ રહી છે. ઇંગ્લેન્ડના અન્ય મેદાન કરતા અહીંની વિકેટ ઝડપી હોય છે, તેથી ભારતે માન્ચેસ્ટર ખાતે જો વિજયી થવું હોય તો કેવા પ્રકારના ફેરબદલ કરવા જોઇએ તે અંગે ક્રિકેટ દિગ્ગજો અને તજજ્ઞો દ્વારા સૂચનો કરવામાં આવી રહ્યાં છે. જોકે અહીં ટેસ્ટ મેચ રમાય તે પહેલા માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રાફોર્ડ મેદાન ખાતે ભારતે રમેલી મેચોમાં તેનું પ્રદર્શન કેવું રહ્યું હતું, તેના પર પર નજર ફેરવી લેવી જોઇએ.

આ પણ વાંચોઃ- ‘ક્રોધિત' ધોનીએ ઇસીબીને કહ્યુ હતું, સમાધાન નહીં
આ પણ વાંચોઃ- એન્ડરસન વિવાદઃ બ્રીટિશ મીડિયાએ ઉડાવી ધોનીની મજાક
આ પણ વાંચોઃ- ક્રિકેટના 58 વર્ષ જૂના આ રેકોર્ડે ઉડાડી દીધા હતા બધાના હોશ

એ વાતને ધ્યાનમાં રાખીને અમે આજે અહીં 1952થી લઇને 1990 સુધીમાં ભારતે માન્ચેસ્ટરમાં જેટલી મેચો રમી છે તે અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, 52થી 90 દરમિયાન ભારતે એકપણ વિજય મેળવ્યો નથી, તેમજ ત્રણમાં વિજય અને ત્રણ ડ્રોમાં પરિણમી હતી. તો ચાલો તસવીરો થકી આ મેચો પર એક નજર ફેરવીએ.

ભારત વિ ઇંગ્લેન્ડ (1952)

ભારત વિ ઇંગ્લેન્ડ (1952)

1952માં રમાયેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ માન્ચેસ્ટર ખાતે રમાઇ હતી, જેમાં ભારતનો એક ઇનિંગ અને 207 રનથી પરાજય થયો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 347 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે પહેલી ઇનિંગમાં 58 અને બીજી ઇનિંગમાં 82 રન બનાવ્યા હતા.

ભારત વિ ઇંગ્લેન્ડ(1959)

ભારત વિ ઇંગ્લેન્ડ(1959)

1959માં રમાયેલી ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ માન્ચેસ્ટર ખાતે રમાઇ હતી, જેમાં ભારતનો 171 રને પરાજય થયો હતો. આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 490 અને બીજી ઇનિંગમાં 285 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે પહેલી ઇનિંગમાં 208 અને બીજી ઇનિંગમાં 376 રન બનાવ્યા હતા.

ભારત વિ ઇંગ્લેન્ડ(1971)

ભારત વિ ઇંગ્લેન્ડ(1971)

1971માં રમાયેલી ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ ઓલ્ડ ટ્રાફોર્ડ ખાતે રમાઇ હતી, જે ડ્રોમાં પરિણમી હતી ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 386 રન બનાવ્યા હતા, જેમાં ઇલિંગવોર્થે 107, લેવર 88, લ્યુકહર્સ્ટ 78 રન બનાવ્યા હતા. ભારત તરફથી આબિદ અલીએ 4 અને વેંકેટરાઘવને ત્રણ વિકેટ લીધી હતી. ભારતે પહેલી ઇનિંગમાં 212 રન બનાવ્યા હતા, જેમાં ગાવસ્કર 57 અને સોલ્કરે 50 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી લેવરે 5 અને પ્રાઇસે 2 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે 245 રન બનાવ્યા હતા, જેમાં લ્યુકહર્સ્ટે 101, એડ્રિકે 59 રન બનાવ્યા હતા. ભારત તરફથી બેદી અને સોલ્કરે એક-એક વિકેટ લીધી હતી. ભારતે બીજી ઇનિંગમાં 65 રન બનાવ્યા હતા. ભારત તરફથી ગાવસ્કરે 24 અને સરદેસાઇએ 13 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી પ્રાઇસે બે વિકેટ લીધી હતી. આ મેચ ડ્રોમાં પરિણામી હતી.

ભારત વિ ઇંગ્લેન્ડ(1974)

ભારત વિ ઇંગ્લેન્ડ(1974)

1974માં રમાયેલી ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટ ઓલ્ડ ટ્રાફોર્ડ ખાતે રમાઇ હતી. જેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 328 રન બનાવ્યા હતા. ફ્લેચરે 123, એમિસ 56, ગ્રેગ 53 રન બનાવ્યા હતા. ભારત તરફથી અબિદ અલીએ ત્રણ, મદન લાલ, બેદી અને ચંદ્રશેખરે બે-બે વિકેટ લીધી હતી. ભારતે પ્રથમ ઇનિંગમાં 246 રન બનાવ્યા હતા. ભારત તરફથી ગાવસ્કર 101, અબિદ અલી 71 અને વિશ્વનાથે 40 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી વિલ્સે ચાર અને હેન્ડ્રિકે ત્રણ વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે 213 રન બનાવ્યા હતા જેમાં એડ્રિકે 100, એમિસે 47 અને ડેન્નેસે 45 રન બનાવ્યા હતા. ભારત તરફથી અલી, સોલ્કર અને બેદીએ એક-એક વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં ભારત 182 રન બનાવી શક્યું હતું, જેમાં ગાવસ્કર 58 અને વિશ્વનાથે 50 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ઓલ્ડે ચાર અને ગ્રેગે ત્રણ વિકેટ લીધી હતી. ભારત આ ટેસ્ટ 113 રનથી હારી ગયું હતું.

ભારત વિ ઇંગ્લેન્ડ(1982)

ભારત વિ ઇંગ્લેન્ડ(1982)

આ ટેસ્ટ મેચ 24થી 28 જૂન 1982 દરમિયાન રમાઇ હતી. જેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડે 425 રન બનાવ્યા હતા. જેમાં બોથમે 128, કૂકે 66, તવારે 57, મિલરે 98 રન બનાવ્યા હતા. ભારત તરફથી દોશીએ છ, મદનલાલે ત્રણ વિકેટ લીધી હતી. ભારતે પોતાની પહેલી ઇનિંગમાં 379 રન બનાવ્યા હતા. જેમાં સંદિપ પાટિલે 129, કિરમાની 58, વિશ્વનાથ 54, કપિલ દેવે 65 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી એડ્મોન્ડ્સે ત્રણ અને વિલ્સે બે વિકેટ લીધી હતી. આ મેચ ડ્રોમાં પરિણમી હતી.

ભારત વિ ઇંગ્લેન્ડ(1990)

ભારત વિ ઇંગ્લેન્ડ(1990)

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રાફોર્ડ ખાતે 1990માં રમાયેલી ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. આ ટેસ્ટ 9થી 14 ઑગસ્ટ 1990 દરમિયાન રમાઇ હતી. જેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં 519 રન ફટકાર્યા હતા. જેમાં ગૂચ 116, એથર્ટન 131, સ્મિથે 121 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુંબલેએ ત્રણ અને હિરવાણીએ ચાર વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે 320 રન બનાવ્યા હતા. જેમાં લામ્બે 109, એથર્ટને 74 અને સ્મિથે 61 રન બનાવ્યા હતા જ્યારે કપિલ દેવે 2 અને પ્રભાકર-હિરવાણીએ એક-એક વિકેટ લીધી હતી. ભારતે પહેલી ઇનિંગમાં 432 રન બનાવ્યા હતા, ભારત તરફથી અઝહર 179, માંજરેકર 93, તેંડુલકરે 68 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ફ્રાસેરે પાંચ અને હેમિંગે બે વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં ભારતે 343 રન બનાવ્યા હતા, જેમાં સચિને 119, માંજરેકરે 50 અને પ્રભાકરે 67 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી હેમિંગ્સે ત્રણ વિકેટ લીધી હતી. આ મેચ ડ્રોમાં પરિણમી હતી.

English summary
fourth test in manchester india vs england what said stats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X