For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dipa Karmakar Ban: ભારતીય જિમનાસ્ટ દીપા કરમાકર ડોપિંગ ટેસ્ટમાં થઈ ફેલ, 21 મહિના માટે સસ્પેન્ડ

વર્ષ 2016માં રિયો ઑલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય જિમ્નાસ્ટ દીપા કરમાકર ડોપિંગ ટેસ્ટમાં ફેલ થઈ જતા 21 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

Dipa Karmakar Ban: ભારતની સ્ટાર જિમનાસ્ટ દીપા કરમાકર ડોપિંગ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે. તેનો પ્રતિબંધિત પદાર્થના ઉપયોગનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. જે બાદ દીપા કરમાકરને 21 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. 10 જુલાઈ, 2023 સુધી તે સસ્પેન્ડ રહેશે. જેની પુષ્ટિ ઈન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે.

Dipa Karmakar

સ્ટાર ભારતીય જિમ્નાસ્ટ દીપા કરમાકરને પ્રતિબંધિત પદાર્થ માટે ટેસ્ટ પૉઝિટિવ આવ્યા પછી 10 જુલાઈ, 2023થી 21 મહિનાના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. 2016ના રિયો ઑલિમ્પિકમાં દીપાએ શાનદાર પ્રદર્શન કરીને ચોથુ સ્થાન મેળવ્યુ હતુ. તેણે તાજેતરમાં બાકુમાં એફઆઈજી વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે વૉલ્ટ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પરંતુ બેલેન્સ્ડ બીમ ઇવેન્ટમાં ટોચના આઠમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી.

કરમાકરના સેમ્પલમાં હિઈજેનામાઈનની માત્રા મળી આવી હતી જે વાડા મુજબ પ્રતિબંધિત પદાર્થ છે. યુએસ એન્ટિ-ડોપિંગ એજન્સી (યુએસએડીએ) અનુસાર, હિજેનામાઇન એડ્રીનર્જિક રીસેપ્ટર પ્રવૃત્તિ ધરાવે છે, જેનો અર્થ છે કે તે સામાન્ય ઉત્તેજક તરીકે કાર્ય કરી શકે છે. આ સેમ્પલ 11 ઓક્ટોબર 2021ના ​​રોજ લેવામાં આવ્યો હતો અને તે પછી જ આ રમતવીરને અયોગ્ય ગણવામાં આવશે. આ બાબત એફઆઈજી એન્ટી-ડોપિંગ નિયમ કલમ 10.8.2 અનુસાર સમાધાન કરાર દ્વારા ઉકેલવામાં આવી હતી.

વાડા દ્વારા 2017માં પ્રતિબંધિત પદાર્થોની યાદીમાં હિજેનાઈનને ઉમેરવામાં આવ્યુ હતુ. તેનો ઉપયોગ અસ્થમામાં રાહત આપવા માટે પણ થઈ શકે છે. પરંતુ આવી ઘણી દવાઓ છે જેનો ઉપયોગ કોઈપણ રોગમાં થઈ શકે છે પરંતુ વાડાએ તેને પ્રતિબંધિત યાદીમાં મુકી છે. ઉદાહરણ તરીકે, હિઈજેનામાઈન કાર્ડિયોટોનિક પણ હોઈ શકે છે, એટલે કે તે કાર્ડિયાક આઉટપુટમાં વધારો કરી શકે છે. હૃદયની પર્ફૉર્મન્સમાં તરત સુધારાનો અર્થ છે એથલીટને ઈવેન્ટમાં એજ મળવી.

English summary
Indian gymnast Dipa Karmakar suspended for 21 months for failing in doping test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X