ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે ટીમની પસંદગી 5મીએ થશે

હજી સુધી નક્કી થયું નથી કે ઇજાગ્રસ્ત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પસંદગી માટે હાજર રહેશે કે નહી. મહેન્દ્ર સિંહ ધોની વેસ્ટઇન્ડિઝમાં ચાલી રહેલા ત્રિકોણીય એકદિવસીય શૃંખલાની મેચમાં ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. તેમની માંસપેશીઓ ખેંચાઇ ગઇ હતી અને તે આખી ટૂર્નામેન્ટમાં રમી શકશે નહી. સંદીપ પાટીલના નેતૃત્વવાળા પસંદગી પેનલે તેમના સ્થાન પર અંબાતી રાયુડુની ટીમમાં પસંદગી કરી છે. વિરાટ કોહલી ત્રિકોણીય શૃંખલાની બાકીની મેચોમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે. ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારત પ્રથમ મેચ 24 જૂલાઇના રોજ રમશે.
શૃંખલાનો કાર્યક્રમ
24 જૂલાઇ- પ્રથમ વન-ડે હરારેમાં
26 જૂલાઇ- બીજી વન-ડે હરારેમાં
28 જૂલાઇ- ત્રીજી વન-ડે હરારેમાં
31 જૂલાઇ- ચોથી વન-ડે બુલાવાયોમાં
3 ઑગષ્ટ- પાંચમી વન-ડે, બુલાવાયોમાં












Click it and Unblock the Notifications
