ટી 20 વિશ્વકપમાં યુવી અને એશિયા કપમાં પૂજારાનો સમાવેશ
મુંબઇ, 11 ફેબ્રુઆરીઃ ટી 20 વિશ્વકપ અને એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. યુવરાજ સિંહ અને સુરેશ રૈનાનો ટી 20 ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે એશિયા કપ માટેની વનડે ટીમમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જો કે બીજી એક સારી વાત એ પણ છે કે ટેસ્ટ મેચોમાં પોતાના પ્રદર્શનથી ક્રિકેટ રસિકોના દિલ જીતનાર સૌરાષ્ટ્રના ચેતેશ્વર પૂજારાનો સમાવેશ એશિયા કપ માટે કરવામાં આવ્યો છે.

ઇશાંત શર્માને એશિયા કપ અને ટી 20 વિશ્વકપ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તો સુરેશ રૈનાના સ્થાને ચેતેશ્વર પૂજારાને એશિયા કપ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એશિયા કપની ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની, શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, અંબાતી રાયડૂ, અંજિક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ સામી, વરુણ એરોન, સ્ટુઅર્ટ બિન્ની, ભુવનેશ્વર કુમાર, અમિત મિશ્રા અને ઇશ્વર છે.












Click it and Unblock the Notifications
