ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ગંભીર આઉટ

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ બે ટેસ્ટ મુકાબલા માટે ટીમ ઇન્ડિયા આ પ્રમાણે છે: મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેન્ડુલકર, વિરેન્દ્ર સહેવાગ, હરભજન સિંહ, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, પ્રજ્ઞાન ઓઝા, મુરલી વિજય, આજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, ઇશાંત શર્મા, અશોક ડિંડા, એસ. શ્રીસંત.
બીસીસીઆઇ માટે ટેસ્ટ ટીમની પસંદગી કરવી મુશ્કેલ કામ હતું. ગત ત્રણ શૃંખલાઓ હાર્યા બાદ સમિતિ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરવી પડકાર સમાન હતી. ઇગ્લેંડ અને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરનાર ભારતે વેસ્ટઇન્ડિઝ અને ન્યૂઝિલેન્ડ જેવી નબળી ટીમો સામે વિજય નોંધાવ્યો છે. ઇગ્લેંડ વિરૂદ્ધ પોતાના હોમગ્રાઉન્ડ પર 1.2 થી હારનો સામનો કર્યા બાદ સીનિયર ખેલાડીઓના ફાર્મને લઇને ચિંતા ઉભી થઇ છે. પસંદગીકર્તાઓએ સૌથી મોટો નિર્ણય સહેવાગ અને ગંભીરને લઇને કરવાનો હતો.












Click it and Unblock the Notifications
