
એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જાય ભારતીય ટીમ, અહીં રમાશે મેચ!
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2023 રમવા માટે પાકિસ્તાન નહીં જાય. એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ જય શાહે મંગળવારે આ માહિતી આપી હતી. પહેલા એવું માનવામાં આવતું હતું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે. જય શાહે સ્પષ્ટ કર્યું છે કે ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા માટે પ્રતિકૂળ નથી, પરંતુ તે તટસ્થ સ્થાન પર એટલે કે ભારત અને પાકિસ્તાન સિવાયના કોઈ ત્રીજા સ્થાને રમાશે.
જય શાહે મંગળવારે મુંબઈમાં BCCIની વાર્ષિક સામાન્ય સભામાં આ વાત કહી. એશિયા કપ પાકિસ્તાનમાં યોજવાનો પ્રસ્તાવ છે અને હવે ભારત ત્યાં નહીં જાય તે નિશ્ચિત છે. ભારતે છેલ્લે 2005-6માં રાહુલ દ્રવિડની આગેવાનીમાં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. 2012-13 પછી બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. ત્યારથી બંને ટીમો માત્ર વર્લ્ડ કપ કે એશિયા કપ જેવી ઈવેન્ટ્સમાં જ રમે છે.
હવે બન્ને વચ્ચે 23 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપ 2022માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમાશે. ન્યૂઝ એજન્સી NI અનુસાર, BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે, એશિયા કપમાં અમારા માટે તટસ્થ જગ્યા હશે. અમારી ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપવી કે કેમ તે નક્કી કરવાનું સરકારનું છે, તેથી અમે તેના પર ટિપ્પણી કરી શકીએ નહીં. પરંતુ જ્યાં સુધી એશિયા કપ 2023નો સંબંધ છે, તે નક્કી કરાયુ છે કે ટુર્નામેન્ટ તટસ્થ સ્થળ પર રમાશે.
તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાએ કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમ હવે પાકિસ્તાનને સન્માન આપવાનું શરૂ કરી દીધું છે. બાબર આઝમની કપ્તાની હેઠળ આ ટીમે ભારતને સખત સ્પર્ધા આપવાનું શરૂ કર્યું છે. ગયા વર્ષે પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવીને વર્લ્ડ કપના હેડ ટુ હેડ મુકાબલામાં પોતાનું ખાતું ખોલ્યું હતું અને તે પછી આ વર્ષે પણ તે ટીમ ઈન્ડિયાને એક મેચમાં હરાવવામાં સફળ રહ્યું છે. આવતા વર્ષે ભારતમાં 50 ઓવરનો વર્લ્ડ કપ રમાવાનો છે જેના માટે પાકિસ્તાનની ટીમે ભારતનો પ્રવાસ કરવો પડશે. આવી સ્થિતિમાં શક્ય છે કે એશિયા કપનું ફોર્મેટ પણ તે મુજબ રહે.