અમદાવાદમાં 27 ડિસેમ્બરે રમાશે ભારત-પાક ટી-20

પાક. ટીમના પ્રવાસ અંગે બીસીસીઆઇ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર અમદાવાદ ખાતેના મોટેરા સ્થિત સરદાર પટેલ આંતરરાષ્ટ્રિય ક્રિકેટ સ્ટેડિયમમાં ૨૭મી ડિસેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી૨૦ મેચ રમાશે.
પાકિસ્તાનની ટીમ 22 ડિસેમ્બરે ભારત આવી પહોંચશે. 25 ડિસેમ્બરના રોજ બેંગ્લોર ખાતે પ્રથમ ટી-20 મેચ રમાશે ત્યાર બાદ બીજી ટી-20 મેચ 27 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે રમાશે.
અત્રે ઉલ્લેખનિય છે કે ભારત પાકિસ્તાનની શ્રેણી સમાપ્ત થયાના ચાર દિવસ બાદ જ ભારતે ઇંગ્લેન્ડ સામે મુકાબલો કરવો પડશે. ૧૫ થી ૧૯ નવેમ્બરે યોજાનારી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ માટે ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં પ્રેકિટસ કરશે.
નરેન્દ્ર મોદી ગુજરાત ક્રિકેટ એશોસિએશનના પ્રમુખ છે ત્યારે બીજીબાજુ વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ ૨૦મી ડિસેમ્બરે આવવાના હોવાથી ભારત પાકિસ્તાનની હાર-જીત અને ભાજપ કોંગ્રેસની હારજીત પર બધાની નજર રહેશે.












Click it and Unblock the Notifications
