આઇપીએલ 6: રાજસ્થાનનો મુંબઇ સામે 87 રનથી વિજય

જયપુર, 18 એપ્રિલઃ સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમેયાલી આઇપીએલની મેચમાં રાજસ્થાનનો મુંબઇ સામે 87 રનથી વિજય થયો છે. આ મેચમાં મુંબઇના બેટ્સમેનોએ તેમના પ્રશંસકોને નિરાશ કર્યાં છે. દિનેશ કાર્તિક(30), અંબાતી રાયડૂ(27) અને મિશેલ જોનસન(11)ને છોડીને એક પણ બેટ્સમેને સારું પ્રદર્શન કર્યું નહોતું. સચિન તેંડુલકરે આ મેચમાં 1 રન બનાવીને પોતાના ચાહકોને ઘણા જ નિરાશ કર્યાં, જ્યારે પોન્ટિંગ 4, રોહિત શર્મા 2, પોલાર્ડ 1, ઋષિ ધવન 0, હરભજન સિંહ 1 અને લસિથ મલિંગાએ 7 રન બનાવ્યા હતા.

રાજસ્થાન તરફથી અજિત ચંદીલા અને સ્ટૂઅર્ટ બિનીએ બે-બે વિકેટ, જેમ્સ ફોકનરે ત્રણ જ્યારે સિદ્ધાર્થ ત્રિવેદી અને કે કૂપરે એક-એક વિકેટ મેળવી છે. આ પહેલા, રાજસ્થાનના ઓપનિંગ બેટ્સમેન અજિંક્ય રહાણેએ શાનદાર બેટિંગ કરતા મુંબઇ સામે જીત માટે 180 રનનું લક્ષ્ય મુક્યું. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા. ઓપનિંગ બેટ્સમેન અજિંક્ય રહાણેએ શ્રેષ્ઠ બેટિંગ કરતા 54 બોલમાં અણનમ 68 રનની ઇનિંગ રમી હતી. તેમણે આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

rajasthan-win
રહાણે ઉપરાંત રાજસ્થાન તરફથી શેન વોટ્સને 31 રનની ઇનિંગ રમી, તેણે 25 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. દિશાંત યાજ્ઞિકે 34 રન બનાવ્યા, તેણે 24 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. બ્રેડ હોજે 27 રનની ઇનિંગ રમી. મુંબઇ તરફથી પોલાર્ડ અને હરભજન સિંહે એક-એક વિકેટ ઝડપી હતી. બાકીને બોલર્સ વિકેટ મેળવવામાં નિષ્ફળ રહ્યાં હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X