IPL 8ની ધમાકેદાર શરૂઆત

કોલકત્તાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે ગઇ કાલે થઇ આઇપીએલ 8ની ધમાકેદાર ઓપનિંગ. બોલિવુડ અને ક્રિકેટ જગતના જાણીતા સેલિબ્રિટીએ મળીને આ સેરેમનીમાં લગાવી દીધી આગ.

એક બાજુ આ સેરેમનીમાં રિતિક રોશન, અનુષ્કા શર્મા, શાહિદ કપૂરે ધમાકેદાર ડાન્સ પ્રફોર્મન્સ કર્યું. ત્યાંજ બીજી તરફ બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાને કરી આ આઇપીએલને હોસ્ટ.

8 ક્રિકેટ ટીમો વચ્ચે આ વખતની આઇપીએલમાં થવાનો છે ધમાસાણ જંગ. ત્યારે આ ટૂર્નામેન્ટના અંતે કોલકત્તાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં સુંદર આતીશબાજી કરવામાં આવી હતી.

આ પ્રોગ્રામની કેટલીક ખાસ તસવીરો અમે તમને અત્યારે બતાવીશું. જુઓ આ સ્લાઇડર..

આઇપીએલ ટ્રોફી

આઇપીએલ ટ્રોફી

કોલકત્તાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે પેલ્સી આઇપીએલ 2015ની ટ્રોફીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું જે દરમિયાન તમામ 8 ટીમોના કેપ્ટને, આ ટ્રોફી સાથે પોઝ આપ્યો.

સૈફે ખોલ્યું ક્રિેકેટર ના બનાવું રાજ

સૈફે ખોલ્યું ક્રિેકેટર ના બનાવું રાજ

આ આઇપીએલ 8ને હોસ્ટ કરી મહાન ક્રિકેટર મંસૂર અલી ખાનના પુત્ર સૈફ અલી ખાન. આ ઇવેન્ટમાં સૈફે તે કેમ ક્રિકેટર ના બની શક્યા તે રાજ પરથી પણ પડદો ઉઠાવ્યો. સૈફે કહ્યું તે બહુ લેટ લતીફ હતા. 30 વર્ષની ઉંમર સુધી તેમને એ વાતની ખબર નહતી કે તેમને શું બનવું છે અને જ્યારે ખબર પડી ત્યારે ક્રિકેટ માટે બહુ લેટ થઇ ગયું હતું.

સૈફ કહ્યું શાહિદ છે બેસ્ટ ડાન્સર

સૈફ કહ્યું શાહિદ છે બેસ્ટ ડાન્સર

સૈફે તેની પત્ની કરિના કપૂરના એક્સ બોયફેન્ડના કર્યા વખાણ. આ ઇવેન્ટમાં શાહિદે પણ આપ્યું જોરદાર ડાન્સ પર્ફોર્મન્સ. ત્યારે આ શોને હોસ્ટ કરી રહેલા સૈફે શાહિદને બેસ્ટ ડાન્સ કહી સ્ટેજ પર આવકાર્યા.

અનુષ્કા: ચાર કદમ ચલ દો ના સાથ મેરે

અનુષ્કા: ચાર કદમ ચલ દો ના સાથ મેરે

આ આઇપીએલ સેરેમનીમાં બોલિવુડ સ્ટાર, અનુષ્કા શર્માએ પણ કર્યું ડાન્સ પર્ફોર્મન્સ. લેડિઝ વર્સેસ રિકી બહલ ફિલ્મના ગીત બસ ચાર કદમ ચલ દોના સાથ મેરે ગીત પર કર્યું અનુષ્કાએ ડાન્સ પર્ફોર્મન્સ.

વિરાટ અનુષ્કાને એકી ટકે જોઇ રહ્યા

વિરાટ અનુષ્કાને એકી ટકે જોઇ રહ્યા

જ્યારે અનુષ્કા આઇપીએલમાં આ ડાન્સ પર્ફોર્મન્સ કરી રહી હતી ત્યારે તેમના બોયફેન્ડ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી મંદ મંદ હસતા હસતા તેમની ગર્લફેન્ડ અનુષ્કાને જોઇ રહ્યા હતા.

રિતિક રોશનની એન્ટ્રી

રિતિક રોશનની એન્ટ્રી

બોલિવુડ સ્ટાર રિતિક રોશને આ ટૂર્નામેન્ટમાં કર્યું ધમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સ. "કહોના પ્યાર હૈ"થી લઇને "ધૂમ"ના ગીતો પર રિતિકે ધૂમ મચાવી. રિતિકે વધુમાં કહ્યું કે તે ક્રિકેટના બહુ મોટા ચાહક છે અને તે 15 વર્ષ પછી પણ અહીં પરફોર્મ કરવામાં ખુશી અનુભવશે.

આખું આકાશ ફટાકડાથી ગૂંજ્યું

આખું આકાશ ફટાકડાથી ગૂંજ્યું

પેપ્સી આઇપીએલ 2015ના અંતે રંગબેરંગી અને ધમાકેદાર ફટાકડાઓથી આખું સોલ્ટ લેક સ્ટેડિય ગૂંજી ઉઠ્યું.

આઇપીએલ નાઇટ

આઇપીએલ નાઇટ

નોંધનીય છે કે આ ઓપનિંગ સેરેમનીને જોવા કોલકત્તાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં લગભગ 30,000થી પણ વધુ દર્શકો આવ્યા હતા.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

આ ઉપરાંત બોલિવુડ એક્ટર ફરહાન અખ્તરે પણ આપ્યું લાઇવ પર્ફોર્મન્સ. તેના રોકસ્ટારના ગીતો પર સ્ટેડિયમના દર્શકો જૂમી ઉઠ્યા.

બોલિવુડનો ઝમાવડો

બોલિવુડનો ઝમાવડો

સીગર, કમ્પોઝર પ્રિતમ, રિતિક રોશન, ફરહાન અખ્તર, અનુષ્કા શર્મા, શાહિદ કપૂર, સૈફ અલી ખાને છેલ્લે સ્ટેજ પર આપીને દર્શકોનો આભાર માન્યો હતો.

રિતિક રોશન

રિતિક રોશન

આ સેરેમનીમાં રિતિક રોશન, અનુષ્કા શર્મા, શાહિદ કપૂરે ધમાકેદાર ડાન્સ પ્રફોર્મન્સ કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X