For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021: રવિન્દ્ર જાડેજાએ બાજી પલ્ટી, CSK ની ખાતામાં મોટી જીત!

આઈપીએલ 2021 ની બે ઈન-ફોર્મ ટીમ KKR અને CSK વચ્ચે શાનદાર મેચ રમાવાની અપેક્ષા હતી તે મુજબ જ મેચ જોવા મળા. યુએઈ સિઝનમાં શરૂઆતમાં શાનદાર 2 જીત મેળવનાર KKR એ કેપ્ટન ઇઓન મોર્ગનની ભૂલને કારણે મેચ ગુમાવી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

આઈપીએલ 2021 ની બે ઈન-ફોર્મ ટીમ KKR અને CSK વચ્ચે શાનદાર મેચ રમાવાની અપેક્ષા હતી તે મુજબ જ મેચ જોવા મળા. યુએઈ સિઝનમાં શરૂઆતમાં શાનદાર 2 જીત મેળવનાર KKR એ કેપ્ટન ઇઓન મોર્ગનની ભૂલને કારણે મેચ ગુમાવી હતી. મોર્ગને પ્રખ્યાત કૃષ્ણાને બદલે સુનીલ નારાયણને 19 મી ઓવર આપી, જેનો રવિન્દ્ર જાડેજાએ ફાયદો ઉઠાવ્યો અને CSK એ બે વિકેટથી મેચ જીતી લીધી.

IPL 2021

20 મી ઓવર સુનિલ નારાયણે મેચને ફરી એક વખત 2 વિકેટ લઈ રોમાંચક વળાંક પર પહોંચાડી હતી. જો કે દીપક ચાહરે છેલ્લા બોલ પર કોઈ ભૂલ ન કરી CSK ને ફરીથી પોઈન્ટ ટેબલમાં ટોચ પર લઈ જવા માટે રન બનાવ્યા હતા. જાડેજાએ 19 મીં ઓવરમાં કેકેઆરની તરફેણમાં જતી મેચને ચેન્નાઈ સુપર કિંગ્સની મુઠ્ઠીમાં લાવીને મુકી દીધી હતી. જાડેજાએ 8 બોલમાં 22 રનની તોફાની ઇનિંગ રમી હતી.

આ મેચમાં KKR તરફથી વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે ખતરનાક બોલિંગ કરી હતી પરંતુ મોર્ગન નારાયણનો યોગ્ય ઉપયોગ કરી શક્યો ન હતો. ચક્રવર્તીને 22 રનમાં 1 વિકેટ મળી હતી. નારાયણ ખૂબ મોંઘો સાબિત થયો હતો પરંતુ ચક્રવર્તીની સ્પીડ બોલરની તરફેણમાં જઈ શકે તેમ હતી. કારણ કે 19 મી ઓવરમાં પરિસ્થિતિ અલગ હતી. નારાયણે 4 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા KKR એ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 20 ઓવરમાં 6 વિકેટે 171 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, જે CSK એ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

આ વખતે વેંકટેશ અય્યર ફરી વખત KKR ટીમમાં નજર પર હતો. શુભમન ગિલ વહેલા આઉટ થતા અય્યરે રાહુલ ત્રિપાઠી સાથે મળીને ટીમ માટે 50 રન ઉમેર્યા હતા અને લાગતું હતું કે પાછલી મેચની વાર્તા અહીં પુનરાવર્તિત થઈ શકે છે. બંને ખેલાડીઓ શાનદાર અડધી સદી સાથે પાછા ફર્યા હતા. પરંતુ ત્યારબાદ શાર્દુલ ઠાકુરે 18 રનના વ્યક્તિગત સ્કોર પર અય્યરને આઉટ કર્યો હતો. આ પહેલા શુભમન ગિલ માત્ર 9 રન બનાવીને રન આઉટ થયો હતો.

કેપ્ટન ઇયોન મોર્ગન સસ્તામાં આઉટ થયો હતો પરંતુ ત્યારબાદ નીતીશ રાણાએ ઇનિંગ રમી અને અંત સુધી નોટઆઉટ રહ્યો. તેને બહુ આક્રમક બેટીંગ ન કરી પરંતુ એક છેડો પકડી રાખ્યો. ત્રિપાઠી 45 રને આઉટ થયા બાદ રાણાએ આન્દ્રે રસેલ (20) અને દિનેશ કાર્તિક સાથે ઝડપી ભાગીદારી કરી હતી. કાર્તિક સારૂ ફિનિશિંગ કરતો જોવા મળ્યો અને તેણે માત્ર 11 બોલમાં 26 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુર ચેન્નાઈનો દમદાર બોલર સાબિત થયો અને તેણે 4 ઓવરમાં 1 વિકેટ લઈ માત્ર 20 રન આપ્યા.

જવાબમાં ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત મજબુત રહી હતી. ઋતુરાજ ગાયકવાડે ફરી જબરદસ્ત બેટિંગ કરી હતી. આ યુવા ખેલાડીએ ડુ પ્લેસિસ સાથે પ્રથમ વિકેટ માટે 74 રન જોડ્યા હતા. તેને આઉટ થતા પહેલા 28 બોલમાં 40 રન બનાવ્યા હતા. ડુ પ્લેસિસ 30 બોલમાં 43 રન ફટકારીને ટીમનો સ્કોર 100 થી આગળ લઈ ગયો હતો. જ્યારે CSK ઝડપથી ટાર્ગેટ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે સુનીલ નારાયણે અંબાતુ રાયડુને 10 રને બોલ્ડ કરીને ટીમને જરૂરી સફળતા અપાવી હતી.

આ પછી મૈદાનમાં સુરેશ રૈનાની એન્ટ્રી થઈ અને CSK ને છેલ્લી ચાર ઓવરમાં જીતવા માટે 40 રનની જરૂર હતી. આ વખતે લોકી ફર્ગ્યુસનને 32 રન પર રમી રહેલા મોઈન અલીની વિકેટ મળી, જે બાઉન્ડ્રી પર વેંકટેશ અય્યરને કેચ આપી બેઠો. આ વિકેટ બાદ મેચનું પાશુ પલટાયુ હતું. આ પછી તરત જ સુરેશ રૈના રન આઉટ અને ધોની બોલ્ડ થતા મેચ કેકેઆરના પક્ષમાં જતી જોવા મળી હતી.
ધોની ફરી એક વખત વરુણ ચક્રવર્તી દ્વારા ફસાયો હતો. ધોની 1 રન કર્યા બાદ ગુગલી પર આઉટ થયો હતો. આ પછી જાડેજાએ પુરી મેચ પલ્ટી નાંખી. જો કે નરેનને છેલ્લી ઓવરમાં બે વિકેટ મળી હતી પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.

English summary
IPL 2021: Ravindra Jadeja's superb batting, big win in CSK's account!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X