For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021 : 19 ઓવર પણ ન ટકી શકી RCB, 92 રનમાં ઓલઆઉટ!

વરુણ ચક્રવર્તીની આગેવાની વાળી KKR એ બોલરોના શાનદાર પ્રદર્શનથી IPL 2021 ની 31 મી મેચમાં RCB ને માત્ર 92 રને રોકી દીધી હતી. આ મેચ શેખ ઝાયેદ સ્ટેડિયમ અબુ ધાબી ખાતે રમાઈ રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

વરુણ ચક્રવર્તીની આગેવાની વાળી KKR એ બોલરોના શાનદાર પ્રદર્શનથી IPL 2021 ની 31 મી મેચમાં RCB ને માત્ર 92 રને રોકી દીધી હતી. આ મેચ શેખ ઝાયેદ સ્ટેડિયમ અબુ ધાબી ખાતે રમાઈ રહી છે. RCB એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL ના પહેલા સેશનમાં તેમના ઓલરાઉન્ડ પ્રદર્શનને પગલે સાતમાંથી પાંચ મેચ જીતી હતી. બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ નવેસરથી શરૂઆત કરીને નસીબ બદલવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી હતી.

RCB vs KKR

આરસીબી ટીમ 20 ઓવર પણ રમી શકી ન હતી અને 19 ઓવરમાં 92 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. KKR માટે વરુણે 4 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ લીધી હતી. રસેલે RCB ના ત્રણ ખેલાડીઓને 3 ઓવરમાં 9 રન આપીને પેવેલિયન મોકલ્યા હતા.

કેકેઆરે મેચની બીજી જ ઓવરમાં જ કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. બીજી ઓવરના ચોથા બોલ પર વિરાટને ઝડપી બોલર કૃષ્ણાએ એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. કોહલી 4 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 5 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે કોહલી આઉટ થયો ત્યારે આરસીબીનો કુલ સ્કોર 10 રન હતો કોહલી 2008 થી આરસીબી સાથે છે. તે IPL માં RCB માટે 200 મીં મેચ રમી રહ્યો છે. વિરાટ એક જ ફ્રેન્ચાઇઝી માટે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. વિરાટ આઈપીએલ 2021 થી આરસીબીની કેપ્ટનશિપ છોડશે.

English summary
IPL 2021: RCB could not survive even 19 overs, all out for 92 runs!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X