For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021: બીજા સેશનમાં પણ દિલ્હીનું સુકાન રિષભ પંતના હાથમાંં!

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં તમામ ફ્રેન્ચાઇઝીઓ ટુર્નામેન્ટની તૈયારી કરી રહી છે. ટુર્નામેન્ટના પહેલા ચરણમાં વિકેટકીપર રિષભ પંતે દિલ્હી કેપિટલ્સની કપ્તાન

By Desk
|
Google Oneindia Gujarati News

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં તમામ ફ્રેન્ચાઇઝીઓ ટુર્નામેન્ટની તૈયારી કરી રહી છે. ટુર્નામેન્ટના પહેલા ચરણમાં વિકેટકીપર રિષભ પંતે દિલ્હી કેપિટલ્સની કપ્તાની કરી હતી. 8 માંથી 6 મેચ જીતીને દિલ્હીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર લઈ ગયો હતો. ઉલ્લેખનિય છે કે, પહેલા ચરણમાં શ્રેયસ ઐયર ખભાની ઈજાને કારણે બહાર થઈ ગયો હતો અને ત્યારબાદ પંત કપ્તાની સંભાળી રહ્યો હતો, પરંતુ કોરોનાને કારણે આઈપીએલને અધવચ્ચેથી રોકવી પડી હતી.

IPL

આઈપીએલ વચ્ચેથી અટકી જતા શ્રેયસ અય્યરને રિકવરી માટે સમય મળ્યો હતો અને હવે તેને યુએઈમાં રમાનારા બીજા ચરણ પહેલા પુનરાગમન કર્યું છે. આઈપીએલના બીજા તબક્કામાં શ્રેયસ અય્યરની વાપસી બાદ ટીમનું નેતૃત્વ કોણ કરશે તે અંગે સતત સવાલ ઉઠી રહ્યા હતા. જો કે, હવે દિલ્હી કેપિટલ્સની ટીમે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે IPL ની બાકીની મેચોમાં રિષભ પંત જ ટીમની કમાન સંભાળશે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી દરમિયાન શ્રેયસ અય્યરને ખભામાં ઈજા થઈ હતી, જેના કારણે તેને સર્જરી કરવી પડી હતી. જો કે શ્રેયસ અય્યરે ઈજામાંથી પુનરાગમન કર્યું છે અને હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને યુએઈ આઈપીએલ માટે પરત ફર્યો છે.

સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જાહેરાત કરતા દિલ્હી કેપિટલ્સે લખ્યું કે, રિષભ પંત IPL 2021 ની બાકીની મેચોમાં કેપ્ટનશીપ કરતા જોવા મળશે. દિલ્હી કેપિટલ્સના આ ટ્વીટ પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે.

નોંધનીય છે કે, દિલ્હી કેપિટલ્સની ટીમે રિષભ પંતના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને લય જાળવી રાખ્યો છે, તેને જોતા ટીમે પંતની કેપ્ટનશીપ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે રિષભ પંત ટીમની કમાન સંભાળીને પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરશે. આ સાથે, આગામી ટૂર્નામેન્ટ ટી 20 વર્લ્ડ કપની તૈયારીની દ્રષ્ટિએ પણ પંત માટે આ ટુર્નામેન્ટ ખૂબ મહત્વની બનવા જઈ રહી છે, તેને ધ્યાનમાં રાખીને તે સારી તૈયારી કરવા માગે છે. ઉલ્લેખનિય છે કે કોરોનાને કારણે રદ્દ થયેલી આઈપીએલનું બીજુ સેસન હવે યુએઈમાં રમાશે. બાકી રહેલી મેચો અહીં જ રમાડવામાં આવશે.

English summary
IPL 2021: Rishabh Pant leads Delhi in second season too!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X