IPL 2023 : વરસાદ રોકાતા જ માત્ર 30 મીનિટમાં રમવા લાયક થઈ જાય છે અમદાવાદનું મેદાન, જાણો વર્લ્ડ ક્લાસ સિસ્ટમ વિશ
એક તરફ ફેન્સ આઈપીએલ ફાઈલનને લઈને મીટ માંડીને બેઠા છે તો બીજી તરફ વરસાદ મજા બગાડવા માટે તૈયાર છે. પહેલા દિવસે વરસાદને કારણે મેચ રદ થયા બાદ હવે બીજે દિવસે મેચ યોજાવા જઈ રહી છે. જો વરસાદ વિલન નહીં બને તો સાંજે 7.30 વાગ્યે બન્ને ટીમો મેદાનમાં ટકરાશે.
વરસાદ વચ્ચે મેચ કરાવવો એ ગ્રાઉન્ડ મેનેજમેન્ટ માટે અઘરૂ કામકાજ છે. જો કે અમદાવાદના આધુનિક ક્રિકેટ સ્ટેડિયમમાં દુનિયાની ઉત્તમ વ્યવસ્થા હાજર છે. આ સુવિધાને કારણે ગમે તેવા વરસાદ બાદ પણ માત્ર 30 મીનિટમાં ગ્રાઉન્ડ રમવા યોગ્ય બની જાય છે.

અમદાવાદમાં મોટેરામાં આવેલા આ સ્ટેડિયમમાં વિશ્વની શ્રેષ્ટ ડ્રેનેજ સિસ્ટમ આવેલી છે. ગ્રાઉન્ડના બાંધકામ દરમિયાન આ સિસ્ટમને આધુનિક રૂપ અપાયુ છે. અહીં વરસાદ બંધ થતા જ મેદાનને તૈયાર કરવામાં માત્ર 30 મીનિટનો સમય લાગે છે. ગ્રાઉન્ડ સ્ટાફ 30 મીનિટમાં ગ્રાઉન્ડને સુકવીને રમવા લાયક બનાવી દે છે.
અહીં 8 સેમી સુધી વરસાદ બાદજ પણ 30 મિનિટમાં મેચ શરૂ કરી શકાય છે. અહીં ઘાસ નીચે રેતીની ખાસ રેતીનું લેયર નંખાયુ છે. આનાથી પાણી ખુબ ઝડપથી જમીનમાં ઉતરી જાય છે. આના કારણે તેવા વરસાદ બાદ પણ મેચ જલ્દી શરૂ કરી શકાય છે. સ્ટેડિયમમાં હાજર સુપર સોપર જમીનમાંથી પાણીને ઝડપથી બહાર કાઢવામાં મદદ કરે છે.
અહીં તમને જણાવી દઈએ કે, રવિવારે ભારે વરસાદ અને પવનના કારણે મેચ રમાઈ શકી નથી અને ઓઆ સ્થિતીમાં બફર્સ ડે એટલે કે સોમવારે મેચ રમાશે.












Click it and Unblock the Notifications
