IPL 2023 : ચહલ 300 વિકેટ પુર થતા ઈમોશનલ થઈ ધનશ્રી વર્મા, વીડિયો વાયરલ
IPL 2023ની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને હરાવીને ધમાકેદાર જીત મેળવી છે. રાજસ્થાનની ટીમે હૈદરાબાદ સામે 72 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 203 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ માત્ર 131 રન જ બનાવી શકી. રાજસ્થાન રોયલ્સના સ્ટાર બોલર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ માટે આ એક યાદગાર મેચ હતી.

T20 માં 300 વિકેટ લેનારો પહેલો બોલર બન્યો
સૌથી વધુ વિકેટ ઝડપનાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે હૈદરાબાદને ઘરભેગા કરવાનું કામ કર્યુ. સૌથી વધુ ચાર વિકેટ લેનારા યુઝવેન્દ્ર ચહલે મયંક અગ્રવાલની વિકેટ સાથે પોતાની T20 ની 300 વિકેટ પણ પુરી કરી લીધી છે. ચહલની આ સિદ્ધિ પર તેની પત્ની ધનશ્રી ખુશ દેખાઈ રહી હતી. હવે ધનશ્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ચહલને ચીયર કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે ભાવુક જોવા મળી હતી.
💗💗💗 pic.twitter.com/zdHh2WAzAW
— Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023
ધનશ્રી વર્મા ઈમોશનલ થઈ
આ મેચમાં ચહલે પોતાની T20 કારકિર્દીની 300મી વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. આ ફોર્મેટમાં આ કારનામું કરનાર ચહલ ભારતનો પ્રથમ બોલર બની ગયો છે. આ ફોર્મેટમાં ચહલ પહેલા કોઈએ આ કામ કર્યુ નથી. યુઝવેન્દ્ર ચહલે 265મી T20 મેચમાં આ મોટી સિદ્ધિ મેળવી છે. ચહલને લઈને ફેન્સ સોશિયલ મીડિયા પર સતત પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે.

રાજસ્થાનની ધમાકેદાર જીત
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં પાંચ વિકેટે 203 રન બનાવ્યા હતા. ટાર્ગેટ માટે ઉતરેલી હૈદરાબાદની ટીમ આઠ વિકેટ ગુમાવીને 131 રન બનાવી શકી હતી અને 72 રનથી મેચ હારી ગઈ હતી. રાજસ્થાન તરફથી ચહલે ચાર અને બોલ્ટે બે વિકેટ ઝડપી હતી. બીજી તરફ હૈદરાબાદ માટે અબ્દુલ સમદે સૌથી વધુ 72 રનનું યોગદાન આપ્યું હતું.












Click it and Unblock the Notifications
