IPL 2023 : પોઈન્ટ ટેબલમાં વધુ એક વખત ધોનીનો ઝલવો, સૌથી ઉપર ચેન્નાઈ સુપર કિંગ્સ, જુઓ તમામ આંકડા
આઈપીએલ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ પોઈન્ટ ટેબલમાં ટીમોની સ્થિતી સ્પષ્ટ થઈ રહી છે. ક્યારેક ટોચ પર રહેલી રાજસ્થાન રોયલ્સ હવે નીચે આવી ગઈ છે તો ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સે પોઈન્ટ ટેબલમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરતા પ્રથમ સ્થાન પર કબ્જો કર્યો છે.
આઈપીએલ હાલ મધ્યમાં પહોંચી છે ત્યારે કેટલીક ટીમો હજુ પોઈન્ટ ટેબલમાં નીચે છે. આમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના નામ મુખ્ય છે. દિલ્હી કેપિટલ્સની ટીમ સૌથી નીચે છે. હૈદરાબાદ નવમા નંબરે છે.

જો આપણે નેટ રન રેટની સ્થિતિ જોઈએ તો રાજસ્થાન રોયલ્સ અહીં આગળ છે. રોયલ્સ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ આવે છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમોએ પણ અત્યાર સુધી તેમનો નેટ રન રેટ પ્લસમાં રાખ્યો છે. આ બંને ટીમો માટે સારો સંકેત છે.
નેટ રન રેટની સ્થિતિ જોઈએ તો રાજસ્થાન રોયલ્સ આગળ છે. રોયલ્સ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ આવે છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમોએ પણ અત્યાર સુધી તેમની નેટ રન રેટ પ્લસમાં રાખી છે. આ બંને ટીમો માટે સારા સંકેત છે.
ઓરેન્જ કેપની રેસમાં ફાફ ડુ પ્લેસિસ ટોચ પર છે. તેણે વિસ્ફોટક બેટિંગ કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના બે ખેલાડીઓ ટોપ ફાઈવમાં સામેલ છે. તેના સિવાય RCB તરફથી ફાફ ડુ પ્લેસિસ ઉપરાંત વિરાટ કોહલી પણ લિસ્ટમાં સામેલ છે.
પર્પલ કેપની રેસમાં સામેલ બોલરોની રેન્કિંગમાં પણ ફેરબદલ થઈ છે. હવે મોહમ્મદ સિરાજે ટોચનું સ્થાન મેળવ્યું છે. ટોચના પાંચ બોલરોમાં બે લેગ સ્પિનરોનો સમાવેશ થાય છે. આ યાદીમાં ત્રણ ઝડપી બોલરોના નામ છે. આ લિસ્ટમાં અર્શદીપ સિંહ 13 વિકેટ સાથે બીજા નંબરે છે.












Click it and Unblock the Notifications
