IPL 2023 : અનકેપ્ડ ભારતીય ખેલાડીઓના નામે રહી આઈપીએલની આ સિઝન, છવાયેલા રહ્યા આ ખેલાડીઓ

આઈપીએલ હવે પુરી થવા તરફ આગળ વધી રહી છે. ફરી એક વખત ચેન્નાઈ સુપર કિંગ્સ ફાઈનલમાં પહોંચી છે અને આ વખતે ટ્રોફીની દાવેદાર માનવામાં આવી રહી છે. આ વખતે ટીમો સાથે સાથે કેટલાક ખેલાડીઓ પણ છવાયેલા રહ્યા છે.

IPL 2023માં યુવા ખેલાડીઓ બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કરતા જોવા મળ્યા છે. 20 લાખની બેઝ પ્રાઈઝ સાથે કેપ્ડ ભારતીય ફાસ્ટ બોલરે મુંબઈ ઈન્ડિયન્સ માટે લખનૌ સુપર જાયન્ટ્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. આકાશ મધવાલે મુંબઈને પ્લેઓફમાં પહોંચાડવામાં મોટો ફાળો આપ્યો છે.

IPL 2023

આકાશ મધવાલ
IPLના 16 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ બોલર પ્લેઓફ મેચોમાં 5 વિકેટ લઈ શક્યો નથી. પરંતુ આકાશ મધવાલે લખનૌ સામે પાંચ વિકેટ લઈને રેકોર્ડ બનાવી દીધો છે. મુંબઈની ટીમે આકાશને માત્ર 20 લાખમાં ખરીદ્યો હતો અને તે ટીમ માટે કરોડોનું કામ કરી રહ્યો છે.

યશસ્વી જયસ્વાલ
રાજસ્થાન રોયલ્સ તરફથી યશસ્વી જયસ્વાલ આ સિઝનમાં એક અલગ અંદાજમાં સામે આવ્યો છે. આ સિઝનમાં તે 14 મેચમાં 625 રન બનાવીને રાજસ્થાન માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો છે. યશસ્વી જયસ્વાલે 163.60ની શાનદાર સ્ટ્રાઈક રેટથી રન બનાવવા ઉપરાંત મુંબઈ સામે 62 બોલમાં શાનદાર 124 રનની ઈનિંગ્સ પણ રમી હતી.

રિંકુ સિંહ
KKR માટે આ વખતે આન્દ્રે રસેલને પાછળ છોડીને રિંકુ સિંહ આ સિઝનમાં નવા ફિનિશર તરીકે સામે આવ્યો છે. આ આઈપીએલની 14 મેચોમાં રિંકુ સિંહે 149.52ની સ્ટ્રાઈક રેટથી 474 રન બનાવ્યા. રિંકુ સિંઘે એક જ ઓવરમાં 5 બોલમાં 5 સિક્કર ફટકારીને ઇતિહાસ રચી દીધો છે.

જીતેશ શર્મા
પંજાબ કિંગ્સના વિકેટ કીપર બેટ્સમેન જીતેશ શર્માએ પણ બેટિંગથી તમામને પ્રભાવિત કર્યા છે. આ સિઝનમાં રમાયેલી 14 મેચોમાં તેણે 23.76ની એવરેજ અને 156.06ની સ્ટ્રાઈક રેટથી 309 રન બનાવ્યા છે.

તિલક વર્મા
2022ની મેગા ઓક્શનમાં તિલક વર્માને મુંબઈએ 1.7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગઈ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તિલક વર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. આ મેચમાં ઈજાના કારણે તેણે કેટલીક મેચો ન રમી પરંતુ બાકીની મેચોમાં તેણે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X