IPL 2024 Auction : રોહિત શર્માને ટીમમાં સામેલ કરવા આ ફ્રેન્ચાઈઝીઓ મેદાને, સુર્યા-બુમરાહ માટે પણ ટક્કર
IPL 2024 માટેના મિની ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત શર્મામે લઈને ખુબ ચર્ચા છે. મુંબઈએ રોહિત શર્માને લઈને કેપ્ટન પદેથી હટાવ્યા બાદ હવે તે અન્ય ટીમમાં જોડાઈ શકે છે.
આઈપીએલના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપતા ફેન્સ નારાજ છે. 2024માં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની ટીમની કમાન સંભાળતો જોવા મળશે.

જ્યારથી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમને લઈને અનેક પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, દિલ્હી કેપિટલ્સ ટીમે રોહિત શર્મા માટે મુંબઈ ઈન્ડિયન્સનો સંપર્ક કર્યો છે.
દિલ્હીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી રોહિત શર્માને ટ્રેડ કરવા ઈચ્છતી હતી. બીજી તરફ સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહ પણ મુંબઈ ટીમ મેનેજમેન્ટના નિર્ણયથી ખુશ નથી. આ બંને ખેલાડીઓએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.
સોશિયલ મીડિયા પર ફેન્સ સતત રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવને આઈપીએલમાં બીજી ટીમ તરફથી રમવાની સલાહ આપી રહ્યા છે.
કેટલાક ફેન્સનું માનવું છે કે જો રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી આપવામાં ન આવે તો તેણે આઈપીએલમાં કોઈ અન્ય ટીમના કેપ્ટન તરીકે રમવુ જોઈએ. સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને લઈને પણ ઘણા સમાચારો સામે આવી રહ્યા છે.
રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહ પાસે અન્ય ટીમો માટે રમવાની મોટી તક છે. IPL 2024 માટે ફરી એકવાર ટ્રેન્ડ વિન્ડો ખોલવામાં આવશે. હરાજી પછીના દિવસે ટ્રેડ વિન્ડો ખોલવામાં આવશે.
આ અંતર્ગત ટીમમાં ખેલાડીઓની આપસમાં અદલાબદલી કરી શકાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને આરસીબી જેવી ટીમો રોહિત શર્માને સામેલ કરવા પર નજર રાખશે.












Click it and Unblock the Notifications
