IPL 2024 : ધોની રિટાયરમેન્ટની જાહેરાત કરશે? જાણો શું કહ્યું?
આઈપીએલ પુરી થવામાં છે. આ આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીનો ઝલવો જોવા મળ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમને તમામ મોટી ટ્રોફી જીતાડનારા એમએસ ધોનીએ આ વખતે ટીમને ફાઈનલ સુધી પહોંચાડી છે. જો કે હવે ફેન્સને લાગી રહ્યુ છે કે ધોની રિટાયરમેન્ટની જાહેરાત કરી શકે છે.

આઈપીએલની આગામી સિઝનમાં મહેન્દ્રસિંહ ધોની જોવા મળશે કે નહીં તેને લઈને કોઈ ચિત્ર સ્પષ્ટ નથી. જો કે ધોની આવતા વર્ષે IPL 2024માં રમશે કે નહીં તેને લઈને ખુદ એક મોટા સંકેત આપ્યા છે. ધોનીએ ઈશારામાં આ બાબતે મોટી વાત કરી છે.
ક્વોલિફાયર 1 મેચ પછી IPL કરિયર વિશે વાત કરતા ધોનીએ કહ્યું કે, મને ખબર નથી, મારી પાસે નિર્ણય લેવા 8-9 મહિના છે. મારી પાસે આ અંગે નિર્ણય લેવા માટે ઘણો સમય છે. ઓક્શન ડિસેમ્બરમાં છે અને હું હંમેશા CSKમાં રહીશ. હું જાન્યુઆરીથી ઘરની બહાર છું, માર્ચથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. હવે જોઈશું.
When Thala talks,we listen! ✨pic.twitter.com/c51mtlEPaV
— Chennai Super Kings (@ChennaiIPL) May 23, 2023
આ પહેલા ધોનીએ લખનૌ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે IPL મેચ પહેલા કરિયરને આગળ વધારવાના સંકેત આપ્યા હતા. ધોનીને પૂછવામાં આવ્યું કે શું તે તેના કરિયરનો આનંદ લઈ રહ્યો છે કે કેમ? આ સવાલના જવાબમાં ધોનીએ કહ્યું કે, તમે નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી આઈપીએલ છે, મેં નહીં.












Click it and Unblock the Notifications
