IPL 2024 : રદ થઈ શકે છે RCB અને CSK વચ્ચેનો પહેલો મુકાબલો, જાણો કેમ?

આઈપીએલ 2024 નો પહેલો મુકાબલો બેંગ્લોર અને ચેન્નાઈ વચ્ચે રમાવા જઈ રહ્યો છે. જો કે અહેવાલો અનુસાર, આ મુકાબલો રદ પણ થઈ શકે છે.

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાનારા આ મુકાબલા પર પણ ફેન્સની નજર છે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગત સિઝનમાં IPL ટ્રોફી પર કબજો કર્યો હતો.

IPL 2024

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આ સિઝનમાં પણ ટૂર્નામેન્ટ જીતવાની પ્રબળ દાવેદાર છે. ચેન્નાઈની ટીમમાં ઘણા મેચ વિજેતા ખેલાડીઓનો સમાવેશ થયો છે, જેઓ આ સિઝનમાં ટીમ માટે ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે.

બીજી તરફ ફાફ ડુપ્લેસીસની કપ્તાની હેઠળની રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ પણ પોતાનું કૌશલ્ય બતાવવા આતુર હશે.

22મી માર્ચે ચેન્નાઈમાં હવામાન કેવું રહેશે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. હવામાન અહેવાલ અનુસાર, મેચના એક દિવસ પહેલા 21 માર્ચે ચેન્નાઈમાં વરસાદની 45% સંભાવના છે. પરંતુ સારા સમાચાર એ છે કે મેચના દિવસે આ સંભાવના 45% થી ઘટીને માત્ર 2% થઈ જાય છે. બંને દિવસે તાપમાન 32 ડિગ્રી સુધી રહી શકે છે.

રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો તેના હોમ ગ્રાઉન્ડ પર હાથ ઉપર છે. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ સાત મેચ રમાઈ છે. જેમાંથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ માત્ર એક જ વખત જીતવામાં સફળ રહી છે.

વર્ષ 2008માં રોયલ ચેલેન્જર બેંગ્લોરે ચેન્નાઈને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું હતું. પરંતુ ત્યારપછી ચેન્નાઈની ટીમ અહીં આરસીબી સામે સતત જીત મેળવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X