IPL 2024 : ધોનીના ફેન્સ માટે સારા સમાચાર, વધુ એક સિઝન મેદાન પર જોવા મળશે, આ ખેલાડીઓને રિલીઝ કરાયા
વન ડે વર્લ્ડ કપ પુરો થતા જ હવે આઈપીએલને લઈને તૈયારીઓ શરૂ થઈ છે. આઈપીએલ 2024 માટે ખેલાડીઓને રિલીઝ અને રિટેન કરાઈ રહ્યા છે ત્યારે ધોનીના ફેન્સ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે.
IPL 2024 ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થઈ શકે છે. પરંતુ આ પહેલા આજે છેલ્લા દિવસે તમામ 10 ટીમોએ પોતાના રીલીઝ કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. તમામ 10 ટીમોમાંથી કુલ 89 ખેલાડીઓને મુક્ત કરવામાં આવ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોનીના સુકાની વાળી ચેન્નાઈ સુપર કિંગ્સે તેના રિટેન અને રીલિઝ કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરી છે. આ ટીમે બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, અંબાતી રાયડુ, સિસાંડા મગાલા, કાયલ જેમ્સન, ભગત વર્મા, સેનાપતિ અને આકાશ સિંહને મુક્ત કર્યા છે. એટલે કે આગામી સિઝનમાં ધોની મેદાન પર જોવા મળશે.
આ સિવાય દિલ્હી કેપિટલ્સનો સ્ટાર ખેલાડી રિષભ પંત ગયા વર્ષે કાર અકસ્માત બાદ આરામ કરી રહ્યો છે. તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. તે આગામી સિઝનમાં રમતા જોવા મળી શકે છે. દિલ્હીની ટીમે પંતને જાળવી રાખ્યો છે. દિલ્હી કેપિટલ્સે 11 ખેલાડીઓને રિલીઝ કર્યા છે.
આ ખેલાડીઓમાં રિલે રોશૉ, ચેતન સાકરિયા, રોવમેન પોવેલ, મનીષ પાંડે, ફિલ સોલ્ટ, મુસ્તફિઝુર રહેમાન, કમલેશ નાગરકોટી, રિપલ પટેલ, સરફરાઝ ખાન, અમન ખાન અને પ્રિયમ ગર્ગનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
