IPL 2024 : રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડવા જઈ રહ્યો છે? જાણો શું કહ્યું ટીમ મેનેજમેન્ટે?
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને અપાતા હવે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડવા જઈ રહ્યો હોવાની અટકળો શરૂ થઈ છે. આ અટકળો વચ્ચે ટીમ મેનેજમેન્ટ ચુપ્પી તોડી છે.
મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલ મીની ઓક્શન શાનદાર રહ્યુ અને ટીમ ઘણા ફાસ્ટ બોલરોને ટીમમાં લાવવામાં સફળ રહી.

મુંબઈએ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટીમમાં ગેરાલ્ડ કોએત્ઝી, દિલશાન મધુશંકા અને નુવાન તુશારાના આગમનથી મુંબઈ ઈન્ડિયન્સ પહેલા કરતા વધુ મજબૂત દેખાઈ રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા કેટલાક સમયથી ફેન્સના નિશાને છે. તેનું કારણ હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનવાવો તે છે. હાર્દિક પંડ્યા આવતા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે.
2024માં યોજાનારી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મેદાનમાં ઉતરવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સના નિર્ણયથી ઘણા ફેન્સ ખૂબ જ નિરાશ છે.
ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માને લઈને એવા અહેવાલો આવ્યા હતા કે તે મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે. અહેવાલો અનુસાર, રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના આ નિર્ણયથી ખુશ નથી. તે આઈપીએલની આગામી સિઝન અન્ય કોઈ ટીમ માટે રમી શકે છે. હવે મુંબઈ ઈન્ડિયન્સના એક અધિકારીએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ ઑફ પર્ફોર્મન્સ મહેલા જયવર્દનેએ મિની ઓક્શન વચ્ચે રોહિત શર્માને લઈને એક નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કેસરોહિત શર્માની સંમતિ બાદ જ હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સના એક અધિકારીએ ક્રિકબઝને જણાવ્યું કે, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને લઈને મીડિયામાં ચાલી રહેલા તમામ અહેવાલો પાયાવિહોણા છે.
અધિકારીઓ અનુસાર, ટીમમાં કોઈ અણબનાવ નથી અને તમામ ખેલાડીઓની સંમતિથી જ હાર્દિક પંડ્યાને ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાને બનાવવાનો નિર્ણય કરતા પહેલા તમામ ખેલાડીઓની મંજૂરી લેવામાં આવી હતી.
અધિકારીઓનું માનીએ તો રોહિત શર્મા પોતે પણ આમાં સામેલ હતો. તેથી આવી વાતો કરવી વ્યર્થ છે. જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ પાસેથી ટ્રેડ કર્યો અને ટીમે તેને પોતાનો કેપ્ટન જાહેર કર્યો છે.












Click it and Unblock the Notifications
