IPL 2025 Auction : દિપક ચાહરને લોટરી લાગી, મુંબઈ ઈન્ડિયન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction : આઈપીએલ મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓની લોટરી લાગી છે. આ લિસ્ટમાં દિપક ચાહર પણ સામેલ છે.
દિપક ચાહર માટે ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. મુંબઈ અને પંજાબ વચ્ચે બોલીઓ લાગ્યા બાદ તે મુંબઈમાં સામેલ થયો. 2 કરોડની બેઝ પ્રાઈસ સાથે ઓક્શનમાં ઉતરેલા દિપક ચાહરને 9.75 કરોડ રૂપિયા મળ્યા.

હરાજીમાં MIએ દીપક માટે 2.80 કરોડની બોલી લગાવી, ત્યારબાદ PBKSએ 3 કરોડની બોલી લગાવી. આ પછી PBKS એ 3.40 કરોડ રૂપિયાની બોલી લગાવી, MI એ 3.60 કરોડ રૂપિયાની બોલી લગાવી. હવે 5 કરોડને પાર કર્યા બાદ MI 6.75 કરોડની બિડ કરી.
પંજાબે બોલી ચાલુ રાખી રાખતા MIએ 7.75 કરોડની બોલી લગાવી. આ પછી પંજાબે છોડી દેતા CSK 8 કરોડની બોલી લગાવી. અંતે MI 9.25 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો.
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મુખ્ય ખેલાડી રહેલા ફાસ્ટ બોલરે 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર હરાજી માટે પોતાનું નામ નોંધાવ્યું હતું. દિપક ચાહર આઈપીએલનો સારો ખેલાડી માનવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ભરોસાપાત્ર ઝડપી બોલરોમાંનો એક છે. તેની બ્રેકઆઉટ સીઝન 2018 માં આવી, જ્યારે તેણે ચેન્નાઈ સુપર કિંગ્સની ટાઈટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી િને 12 મેચોમાં 10 વિકેટ લીધી.
આ પછીના વર્ષે પણ તેણે 17 રમતોમાં 22 વિકેટ લઈને પ્રભાવિત કર્યા અને આઈપીએલમાં ટોચના ઝડપી બોલરોમાંના એક તરીકે હાજરી નોંધાવી.
છેલ્લી બે સિઝનમાં ઈજા છતાં ચાહરે 81 મેચોમાં 77 વિકેટો લઈને પ્રભાવશાળી પ્રદર્શન કર્યુ છે. બોલને બંને રીતે સ્વિંગ કરવાની તેની ક્ષમતા તેને ખાસ બનાવે છે.












Click it and Unblock the Notifications
