IPL 2025 Auction : RCB એ ટીમમાં બોલરોનો જમાવડો કર્યો, જુઓ લિસ્ટમાં કોના કોના નામ?
IPL 2025 Auction : આઈપીએલ મેગા ઓક્શનમાં આરસીબીએ તેની બોલિંગમાં કમજોરીઓને પુરી કરવા પર ઘ્યાન આપ્યુ છે.
મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીએ ઘણા બોલરોને ટીમમાં સામેલ કર્યા છે. આ લિસ્ટમાં જોશ હેઝલવુડ જેવા મોટા નામ સામેલ છે.

બેંગ્લોરે નબળા બોલિંગ લાઇનઅપને સુધારવા ઘણા રૂપિયા ખર્ચ્યા છે. માત્ર બેટિંગ પર ધ્યાન ન આપતા ટીમે બોલિંગ વિભાગને મજબૂત કર્યો છે. આરસીબીએ જેદ્દાહમાં આયોજિત હરાજીમાં કુલ 46.35 કરોડનો ખર્ચ કરીને શ્રેષ્ઠ બોલરોને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
આરસીબીનું બોલિંગ આક્રમણ હવે વધુ સંતુલિત દેખાય છે. ટીમે IPL 2025 માટે ઘણા ફાસ્ટ બોલરો અને સ્પિનરોને ખરીદ્યા છે. આ ખેલાડીઓ ખતરનાક બની શકે છે. આરસીબીએ કેટલાક શાનદાર ફાસ્ટ બોલરોને ટીમમાં સામેલ કર્યા છે. આ પાવરપ્લે અને ડેથ ઓવરમાં ઘાતક બની શકે છે.
આરસીબીએ સ્પિનમાં મોટા ખેલાડીઓને સામેલ કર્યા છે. આ મજબૂત બોલિંગ લાઇનઅપ સાથે ટીમ બેટિંગ અને બોલિંગ બંનેમાં સારું પ્રદર્શન કરી શકે છે. RCB એ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને 12.50 કરોડ રૂપિયા ચુકવીને ટીમમાં લીધો છે.
જોશ હેઝલવુડ તેની ચોક્કસ લાઇન-લેન્થ માટે જાણીતો છે અને કોઈપણ પીચ પર અસરકારક હોઈ શકે છે, જે તેને RCBના બોલિંગ આક્રમણનો લીડર બનાવે છે.
આ સિવાય RCBએ ભુવનેશ્વર કુમારને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેણે આઈપીએલમાં 176 મેચ રમી છે અને 181 વિકેટ લીધી છે.
RCBએ ઝડપી બોલર રસિક સલામને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રસિક સલામ તેના ધીમા બોલ માટે જાણીતો છે. તે ડેથ ઓવરોમાં બોલિંગ કરવામાં પણ સક્ષમ છે અને તેની ક્ષમતા આરસીબીની બોલિંગને વધુ મજબૂત બનાવી શકે છે. આ ત્રણ ઝડપી બોલરો સાથે RCBએ તેમના બોલિંગ આક્રમણને સુધારવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
