IPL-6 : મુંબઇની ગિલ્લી ઉડાવીને ગિલીએ લીધી વિદાય, તસવીરો
ધર્મશાલા, 19 મે: હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝનની 69મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે મુંબઇ ઇન્ડિયન્સને 50 રને હરાવી દીધું. કિંગ્સ ઇલેવન દ્વારા મળેલ 184 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આઇપીએલની વર્તમાન સર્વોચ્ચ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ 19.1 ઓવરોમાં 133 રનો પર ઢેર થઇ ગઇ.
મુંબઇની પારીની શરૂઆત વિકેટ પડતાની સાથે થઇ અને સલામી બેટ્સમેન ગ્લેન મેક્સવેલ શૂન્યના કૂલ યોગ પર કોઇ ખાતુ ખોલાયા વગર જ બેવેલિયન ભેગા થઇ ગયા. ત્યારબાદ બીજા વિકેટ માટે રમી રહેલ આદિત્ય તારે (22)ને સંદીપ શર્માને ક્લીન બોલ્ડ કરી આઉટ કર્યો. ત્યારબાદ અમ્બાતી રાયડૂ 26 અને કપ્તાન રોહિત શર્માએ 25 રન બનાવ્યા. રાયડૂને પરવિંદર અવાનાની ઓવરમાં વિકેટકીપર કપ્તાન એડમ ગિલક્રિસ્ટે વિકેટની પાછળ ઝડપી પાડ્યો.
મુંબઇ માટે આઇપીએલ-6માં ઘણી શાનદાર પારીઓ રમી ચૂકેલ દિનેશ કાર્તિકને શૂન્યથી નીચા સ્કોર પર પિયુષ ચાવલાને પોતાની જ ઓવરમાં ઝડપી લીધો. 12મી ઓવરની છેલ્લા બોલ પર શર્મા પણ બોલ્ડ થઇને ચાલતા બન્યા. શર્માના ગયા બાદ મુંબઇનો કોઇપણ બેટ્સમેન કંઇ ખાસ ના કરી શક્યો. માત્ર કિરોન પોલાર્ડ 22 રનોનું જ યોગદાન આપી શક્યો. જોકે એ મુંબઇને જીત અપાવવા માટે પૂરતુ ન્હોતું.
અત્રે ઉલ્લેખનીય છે કે હારવા છતા મુંબઇના આઇપીએલ-6ના પ્લે ઓફમાં પ્રવેશ પાક્કો છે. બીજી તરફ કિગ્સ ઇલેવને પોતાની છેલ્લી મેચ રમી રહેલા કપ્તાન ગિલક્રિસ્ટને જીતની સાથે વિદાય આપી છે.
































Click it and Unblock the Notifications
