IPL-6: મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇને 60 રનોથી આપી માત

મુંબઇ, 6 મે: વાનખેડે સ્ટેડિયમ ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 60 રનોથી રગદોળી દીધું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઇ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 139 રન બનાવ્યા. એના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઇ સુપર કિંગ્સ 15.2 ઓવરમાં 79 રન જ બનાવી શકી.

ચેન્નાઇ તરફથી માઇકલ હસીએ સર્વાધિક 22 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજાએ 20 અને મહેન્દ્ર સિંહ ધોનીએ 10 રનોનું યોગદાન આપ્યું. આ ઉપરાંત કોઇ બેટ્સમેન દસનો આંકડો પાર કરી શક્યું નહીં. ત્રણ બેટ્સમેન કોઇ ખાતુ ખોલાયા વગર જ પેવેલિયનભેગા થઇ ગયા.

mumai indians
આ મુંબઇ માટે ઘરેલુ મેદાન પર સતત પાંચમી જીત હતી. મુંબઇની ટીમ પોઇન્ટ ટેબલમાં હવે ત્રીજા સ્થાન પર આવી ગયું છે. મુંબઇના અત્યાર સુધી કુલ 11 મેચોમાં 14 પોઇન્ટ છે. જ્યારે ચેન્નાઇ હજી પોઇન્ટ ટેબલમાં 18 પોઇન્ટ સાથે પહેલા સ્થાને છે. આઇપીએલના ઇતિહાસમાં ચેન્નાઇનો સૌથી ઓછો સ્કોર (79) હતો. પહેલીવાર ચેન્નાઇની ટીમ 100થી ઓછા રનમાં આઉટ થઇ ગયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X