IPL-6: મિલરની શાનદાર સદીના જોરે પંજાબે બેંગલોરને રગદોળ્યું

મોહાલી, 7 મે : નસીબદાર કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ડિવડ મિલરની શાનદાર અણનમ 101 રનોની પારીના જોરે આઇપીએલના 51માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને છ વિકેટથી હરાવી દીધું. કિંગ્સ ઇલેવનની આ 11મી મેચમાં પાંચમી જીત છે જ્યારે રોયલ ચેલેન્જર્સને 12 મેચોમાં પાંચમી હાર મળી છે. મિલરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

રોયલ ચેલેન્જર્સ દ્વારા આપવામાં આવેલ અધધ 191 રનોના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરતા કિંગ્સ ઇલેવને 10 ઓવરની સમાપ્તી સુધી 68 રનો પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. એક રીતે તેમની હાર ચોખ્ખી દેખાઇ આવતી હતી, પરંતુ તેના બાદ મિલર અને આર. સતીશે (અણનમ 27) ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરતા પોતાની ટીમને આશ્ચર્યચકિત કરી દેતી જીત અપાવી.

મિલરે 38 બોલમાં 101 રન બનાવ્યા. આ ક્રિસ ગેઇલ (30 બોલમાં) અને યૂસુફ પઠાણ (37 બોલ) બાદ આઇપીએલ ઇતિહાસની ત્રીજી સૌથી ઝડપી સદી છે. સતીશે 18 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો.

સતીશ અને મિલરે પાંચમી વિકેટ માટે 49 બોલ પર 130 રન લીધા અને પોતાની ટીમને 18 ઓવરમાં જીત અપાવી દીધી. મિલરે આઠ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા. મિલરને 41 રનના કેટલાગ યોગ પર રોયલ ચેલેન્જર્સના કપ્તાન વિરાટ કોહલીના જીવનગાન આપ્યું હતું અને હવે કોહલી તેને પોતાની સૌથી મોટી ભૂલ માની રહ્યા છે.

Punjab defeats to Bangalore by 6 wickets
Punjab defeats to Bangalore by 6 wickets
Punjab defeats to Bangalore by 6 wickets
Punjab defeats to Bangalore by 6 wickets
Punjab defeats to Bangalore by 6 wickets
અભિનેતા જીમી શેરગીલ

અભિનેતા જીમી શેરગીલ

અભિનેતા જીમી શેરગીલ પંજાબની ટીમને સપોર્ટ કરવા મોહાલી સ્ટેડિયમમાં આવ્યો હતો.

Punjab defeats to Bangalore by 6 wickets
Punjab defeats to Bangalore by 6 wickets
Punjab defeats to Bangalore by 6 wickets
Punjab defeats to Bangalore by 6 wickets
Punjab defeats to Bangalore by 6 wickets
Punjab defeats to Bangalore by 6 wickets

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X