IPL-6 : રોયલ ચેલેન્જર્સ IPL પ્લેઓફની રેસમાં યથાવત

rcb
બેંગલુરુ, 19 મે: રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શનિવારે રમાયેલ આઇપીએલની 70મી મેચ અને પોતાની 16મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સને 24 રનોથી હરાવીને પોતાને પ્લેઓફની રેસમાં યથાવત રાખ્યું છે.

કપ્તાન વિરાટ કોહલી (અણનમ 56) અને જહીર ખાન (17/4)ની ઉમદા બોલીંગના કારણે મળેલી આ જીતની સાથે રોયલ ચેલેન્જર્સે 18 પોઇન્ટની સાથે પોઇન્ટ ટેબલમાં ચોથું સ્થાન હાસલ કરી લીધું છે. બીજી બાજું સુપર કિંગ્સે શ્રેષ્ઠ સ્થાન પર રહીને લીગ સ્તરનું સમાપન કર્યું.

પ્લેઓફમાં પહોંચવા માટે જોકે તેને હવે સનરાઇઝર્સ હૈદરાબાદના અંતિમ મુકાબલાના પરિણામની રાહ જોઇ પડશે. હૈદરાબાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સની સાથે થનારા મુકાબલામાં સનરાઇઝર્સની જીત રોયલ ચેલેન્જર્સને પ્લેઓફથી બહાર કરી દેશે પરંતુ સનરાઇઝર્સની હાર રોયલ ચેલેન્જર્સને 18 પોઇન્ટ અને શાનદાર નેટ રેટની સાથે પ્લેઓફમાં પહોંચાડી દેશે.

વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયેલ એક પારી માટે 8 ઓવર સુધી સીમિત કરવામાં આવેલ આ મેચમાં રોયલ ચેલેન્જર્સે પહેલા રમતા મેન ઓફ ધ મેચ પસંદ કરાયેલ કોહલી અને ગેલની તોફાની શરૂઆતના કારણે સુપર કિંગ્સની સામે 107 રનોનું મુશ્કેલ લક્ષ્ય આપ્યું. ઝહીરની ઘાતક બોલીંગના કારણે આ પડકારને સુપર કિંગ્સના માહેર બેટ્સમેન પાર કરી શક્યા નહીં, અને 8 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 82 રન જ બનાવી શક્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X