For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી IPL-7: મુંબઇ ઇન્ડિયન્સ અને નાઇટ રાઇડર્સ વચ્ચે ટક્કર

|
Google Oneindia Gujarati News

અબુધાબી, 16 એપ્રિલઃ દુબઇમાં આજતી ટી20ના મહામુકાબલાની શરૂઆત થઇ રહી છે. દેશમાં સૌથી મોટો રાજકીય મુકાબલો એટલે કે લોકસભા ચૂંટણી ચાલી રહી હોય તેથી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ વખતે આઇપીએલની સાતમી શ્રેણીનું આયોજન દેશની બહાર કરવામાં આવી રહ્યું છે. જેમાં દુબઇ અને બાંગ્લાદેશ સહિતના દેશોને પસંદ કરવામાં આવ્યા છે. મેચની વાત કરવામાં આવે તો આઇપીએલની સાતમી શ્રેણીની પહેલી મેચ મુંબઇ અને કોલકતા વચ્ચે થશે.

આઇપીએલમાં આ વખતે આઠ ટીમો ભાગ લઇ રહી છે અને દરેક ટીમે પોતાની તરફથી કોમ્બિનેશનને મજબૂત બનાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કેટલીક ટીમોમાં દેશી ખેલાડીઓની બોલબાલા છે, તો કેટલીક ટીમોએ વિદેશી ખેલાડીઓ પર પોતાના વિશ્વાસનો કળશ ઢોળ્યો છે. વિશ્વની સૌથી મોટી ટી20 લીગ લગભગ 45 દિવસ ચાલશે. આ વખતે આઇપીએલનું ટાઇટલ કોણ જીતશે તેનો નિર્ણય 1 જૂને થશે, જોકે તમામ ફ્રેન્ચાયઝી પોત-પોતાની ટીમને લઇને તૈયાર છે. તો ચાલો તસવીરો થકી ટીમો અંગે વાત કરી લઇએ.

ચેન્નાઇ સુપર કિંગ્સે ના છોડ્યો ધોનીનો સાથ

ચેન્નાઇ સુપર કિંગ્સે ના છોડ્યો ધોનીનો સાથ

ચેન્નાઇ સુપર કિંગ્સે ટીમમાં દેશી ખેલાડીઓમાં સુકાની ધોની ઉપરાંત સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, આશિષ નહેરા અને મોહિત શર્માને સામેલ કર્યા છે. વિદેશી ખેલાડીઓમાં ડ્વેન બ્રેવો અને બ્રેન્ડન મેક્કુલમ અને ફા ડૂ પ્લેસી મહત્વના છે.

દિલ્હીની ટીમમાં સૌથી વધુ બદલાવ

દિલ્હીની ટીમમાં સૌથી વધુ બદલાવ

ગઇ શ્રેણીમાં દિલ્હીની ટીમ સૌથી નબળી ટીમ સાબિત થઇ હતી. ટીમમાં દેશી ખેલાડીઓમાં દિનેશ કાર્તિક, મુરલી વિજય, સૌભર તિવારી, જયદેવ ઉનડકટ, શાહબાઝ નદીમ અને મોહમ્મદ શમી જેવા ખેલાડી છે. તો વિદેશી ખેલાડીઓમાં સુકાની કેવિન પીટરસન ઉપરાંત રોસ ટેલર અને જેપી સૌથી મોટા નામ છે.

પંજાબે તૈયાર કરી નવી ટીમ

પંજાબે તૈયાર કરી નવી ટીમ

પંજાબની ટીમ ક્યારેય ફાઇનલમાં પહોંચી શકી નથી. આ વખતે પંજાબે નવી ટીમ તૈયાર કરી છે. ટીમમાં દેશી ખેલાડીઓમાં વિરેન્દ્ર સેહવાગ, મનદીપ સિંહ અને ચેતેશ્વર પૂજારા, મુરલી કાર્તિક, લક્ષ્મીપતિ બાલાજી અને પરવિંદર અવાના સામેલ છે. વિદેશી ખેલાડીઓમાં સુકાની જોર્જ બેલી, શોન માર્શ અને મિશેલ જોનશન સામેલ છે.

કોલકતા નાઇટ રાઇડર્સની ટીમ સંતુલિત

કોલકતા નાઇટ રાઇડર્સની ટીમ સંતુલિત

કોલકતા નાઇટ રાઇડર્સની ટીમમાં ઘણું સંતુલન છે. ટીમના સુકાની ગૌતમ ગંભીર છે. દેશી ખેલાડીઓમાં રોબિન ઉથપ્પા, યુસુફ પઠાણ, ઉમેશ યાદવ, વિનય કુમાર અને પીયુષ ચાવલા છે. વિદેશી ખેલાડીઓમાં જેક કાલિસ, પૈટ કિમંસ અને સુનિલ નરેન મહત્વના છે.

મુંબઇમાં નવા ખેલાડીઓને મળી તક

મુંબઇમાં નવા ખેલાડીઓને મળી તક

મંબઇની ટીમમાં નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. દેશી ખેલાડીઓની વાત કરીએ તો સુકાની રોહિત શર્મા, ઝહીર ખાન, હરભજન સિંહ, પ્રજ્ઞાન ઓઝા, અંબાતી રાયડૂ અને વિકેટકીપર આદિત્ય તારે છે. વિદેશી ખેલાડીઓમાં કિરોન પોલાર્ડ, લસિથ મલિંગા અને કોરી એંડરસન ટીમનો હિસ્સો છે.

રાજસ્થાન રોયલ્સનો સુકાની વોટ્સન

રાજસ્થાન રોયલ્સનો સુકાની વોટ્સન

રાજસ્થાન રોયલ્સે શેન વોટ્સનને સુકાની બનાવ્યો છે. દેશી ખેલાડીઓમાં સંજુ સૈમસન, સ્ટુઅર્ટ બિન્ની, અજિંક્ય રહાણે, ધવલ કુલકર્ણી, રજટ ભાટિયા અને પ્રવીણ તાંબે સામેલ છે. વિદેશી ખેલાડીઓમાં બ્રેડ હોજ અને જેમ્સ ફોક્નર મહત્વના છે.

યુવરાજ સૌથી મોંઘો ખેલાડી

યુવરાજ સૌથી મોંઘો ખેલાડી

બેંગ્લોરની ટીમની વાત કરવામાં આવે તો યુવરાજ સિંહ સૌથી મોંઘો ખેલાડી છે. યુવરાજ સિંહને 14 કરોડ રૂપિયા આપીને બેંગ્લોરની ટીમે ખરીદ્યો છે. દેશી ખેલાડીઓમાં સુકાની વિરાટ કોહલી, વિજય જોલ, પાર્થિવ પટેલ, અશોક ડિંડા, વરુણ એરોન સામેલ છે, વિદેશી ખેલાડીઓમાં ક્રિસ ગેલ, એબીડી વિલિયર્સ અને મિશેલ સ્ટાર્ક જેવા ખેલાડી સામેલ છે.

હૈદરાબાદની સનરાઇજર્સ ટીમ

હૈદરાબાદની સનરાઇજર્સ ટીમ

હૈદરાબાદની ટીમનો સુકાની શિખર ધવન છે, આ ઉપરાંત દેશી ખેલાડીઓમાં નમન ઓઝા, અમિત મિશ્રા, ભુવનેશ્વર કુમાર, ઇરફાન પઠાણ, ઇશાંત શર્મા છે. વિદેશી ખેલાડીઓમાં ડેલ સ્ટેન, ડેવિડ વોર્નર અને ડેરેન સૈમી સામેલ છે.

English summary
IPL 7: Mumbai Indians take on Kolkata Knight Riders in opener as shadows of fixing looms large
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X