આઇપીએલ 7: યુવરાજને ખરિદવા માગે છે કોહલી

Posted By:
Subscribe to Oneindia News

બેંગ્લોર, 16 જાન્યુઆરીઃ જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયેલા સૂત્રોની વાત માનીએ તો આગામી આઇપીએલ સીઝનમાં યુવરાજ સિંહ બેંગ્લોરની ટીમ તરફથી રમતો જોવા મળી શકે છે. ટીમની સુકાની વિરાટ કોહલીએ પણ યુવરાજને ટીમમા સામેલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આઇપીએલના આગામી સત્ર માટે 12 અને 13 ફેબ્રઆરીએ હરાજી થવાની છે.

viratkohli-yuvraj
યુવરાજ સિંહ હાલ ટીમ ઇન્ડિયાની બહાર છે, પરંતુ તે ટી20ના સૌથી ખતરનાક ખેલાડીઓમાના એક છે. બેંગ્લોર ટીમે પહેલાંથી જ પોતાના પ્રમુખ ખેલાડીઓ ક્રિસ ગેલ, વિરાટ કોહલી અને એબીડી વિલિયર્સને રિટેન કર્યા છે. જો યુવરાજ પણ ટીમમાં સામેલ થઇ જાય છે તો બેંગ્લોર ટીમની બેટિંગ સૌથી ખતરનાક થઇ જશે. યુવરાજે આઇપીએલની 70 મેચોમાં 1475 રન બનવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 66 રન છે.

English summary
If captain Virat Kohli's wish is granted, then we could see Yuvraj Singh wielding the willow for the Royal Challengers Bangalore (RCB) in this year's Indian Premier League (IPL 7).

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.