For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Auction 2023 : ઓટો રિક્ષાચાલક પિતાનો દિકરો ઓક્શનમાં 5.5 કરોડમાં વેચાયો, જાણો કોણ છે આ ખેલાડી?

આઈપીએલ ઓક્શનમાં ઘણા ખેલાડીઓને લોટરી લાગી છે. ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે ભારતના એક ખેલાડીને પણ લોટરી લાગી છે. આઈપીએલ ઓક્શનમાં બોલર મુકેશ કુમાર પર રૂપિયાનો વરસાદ થયો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આઈપીએલ ઓક્શનમાં ઘણા ખેલાડીઓને લોટરી લાગી છે. ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે ભારતના એક ખેલાડીને પણ લોટરી લાગી છે. આઈપીએલ ઓક્શનમાં બોલર મુકેશ કુમાર પર રૂપિયાનો વરસાદ થયો છે.

IPL Auction 2023

ભારતીય ફાસ્ટ બોલર મુકેશ કુમાર આઈપીએલ ઓક્શનમાં 5 કરોડ 50 લાખ રૂપિયામાં વેચાયો છે. મુકેશ કુમાર માટે ત્રણ ટીમોએ બોલી લગાવીવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ મુકેશ કુમાર માટે બોલી લગાવતી જોવા મળી હતી. ત્રણે ટીમો વચ્ચે મોટી ટક્કર બાદ દિલ્હી કેપિટલ્સે 5 કરોડ 50 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આજે કરોડોમાં વેચાયેલો મુકેશ કુમાર મોટો સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યો છે.

દિલ્હી કેપિટલ તરફથી આઈપીએલ રમવા જઈ રહેલો મુકેશ કુમાર મુળ બિહારના ગોપાલગંજનો રહેવાસી છે. મુકેશ કુમારના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા અને 2019માં બ્રેઈન સ્ટ્રોક આવતા અવસાન થયુ હતું. મુકેશ કુમારની દક્ષિણ આફ્રિકા સામે વન ડે ટીમમાં પસંદગી થઈ હતી. જો કે તેને એક પણ વન ડે રમવાનો મોકો મળ્યો નહોતો. મુકેશ કુમારે સ્થાનિક ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે અને હેવ આઈપીએલમાં છવાઈ જવા તૈયાર છે.

અહીં તમને જણાવી દઈએ કે આ વખતે આઈપીએલમાં રૂપિયાનો વરસાદ થયો છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરનને 18 કરોડ 50 લાખમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો છે. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સે કેમરૂન ગ્રીનને 17 કરોડ 50 લાખમાં ટીમમાં સમાવ્યો હતો. તે સિવાય બેન સ્ટોક્સને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 16 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

English summary
IPL Auction 2023: Son of auto rickshaw puller father sold in auction for 5.5 crores
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X