IPL Auction 2024 : પેટ કમિન્સનો રેકોર્ડ તોડીને મિચેલ સ્ટાર્ક આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો
આઈપીએલ ઓક્શન વચ્ચે પેટ કમિન્સ આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. જો કે આ રેકોર્ડ લાંબો ન ટક્યો અને મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.
પેટ કમિન્સનો રેકોર્ડ તોડીને મિચેલ સ્ટાર્ક IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. KKR એ સ્ટાર્કને 24 કરોડ 75 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે.

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક વિશે પહેલાથી જ જોરદાર ચર્ચા હતી. ઘણા દિગ્ગજો માનતા હતા કે મિચેલ સ્ટાર્ક આઈપીએલની હરાજીમાં તમામ રેકોર્ડ તોડી નાખશે.
ઓસ્ટ્રેલિયાનો અનુભવી ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક IPLમાં પોતાની ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે.
દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સ્ટાર્ક માટે જોરદાર બોલી લાગી હતી.દિલ્હી તરફથી ઋષભ પંત બોલી લગાવી રહ્યો હતો. આ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સે એન્ટ્રી મારી અને ખરીદી લીધો.
મિશેલ સ્ટાર્કને ડેથ સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. આ સ્થિતિમાં તે છેલ્લી ઓવરમાં પોતાના બોલથી ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે. તેની ટીમને 2024 IPLમાં મિચેલ સ્ટાર્ક પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. મિચેલ સ્ટાર્કે પણ 2023 ODI વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શનથી ચાહકોનું દિલ જીતી લીધું હતું.
IPLની ઓક્શનમાં પહેલીવાર બે ખેલાડીઓ 20 કરોડ રૂપિયાથી વધુમાં વેચાયા છે. બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના છે. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પીટ કમિન્સ પર 20 કરોડ 50 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.
હૈદરાબાદ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સે મિશેલ સ્ટાર્કને 24 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદીને બધાને ચોંકાવી દીધા છે. આઈપીએલના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ ખેલાડીને આટલી મોટી રકમ આપવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
