IPL Auction 2024 : અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ, આ ખેલાડીઓની કિસ્મત ચમકી
આઈપીએલ મીની ઓક્શનમાં ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થયો છે. આ ક્રમમાં ઘણા અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની કિસ્મત પણ ચમકી છે.
આ ઓક્શનમાં ઘણા અનકેપ્ડ ખેલાડીઓ છવાયેલા રહ્યા. કેટલાક ખેલાડીઓ એવા પણ છે જે માત્ર 20 લાખની બેઝ પ્રાઈઝ સાથે બિડમાં ઉતર્યા અને કરોડોમાં વેચાયા.

ઓક્શનના બીજા તબક્કા દરમિયાન અનકેપ્ડ ખેલાડી પર ટીમોએ રૂપિયા વરસાવ્યા. રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સે મોટી બોલી લગાવી.
સમીર રિઝવી
ચેન્નાઈ સુપર કિંગ્સ આ ખેલાડી પર બધાની નજર હતી. સમીર રિઝવી માટે કેટલીક ટીમો વચ્ચે ટક્કર પણ જોવા મળી અને અંતે તેને ચેન્નાઈએ 8 કરોડ 40 લાખમાં ખરીદ્યો. તે સૌથી મોંઘો વેચાયેલો અનકેપ્ડ ખેલાડી છે.
શાહરૂખ ખાન
તમામ ટીમોની નજર આ ઓલરાઉન્ડ ખેલાડી પર હતી. અપેક્ષા અનુસાર તેને ખરીદવા માટે ટિમો વચ્ચે ટક્કર જોવા મળી. પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર બાદ આખરે પંજાબે 7 કરોડ 40 લાખમાં તેને ટીમમાં સામેલ કર્યો.
કુમાર કુશાગ્ર
આ વિકેટકીપર બેટ્સમેન માટે ગુજરાત અને દિલ્હી વચ્ચે એક મજબૂત બિડ જોવા મળી. અંતે ગુજરાતે બાજી મારી અને 7 કરોડ 20 લાખ ખર્ચીને ટીમમાં સામેલ કર્યો.
શુભમ દુબે
20 લાખની બેઝ પ્રાઈઝ સાથે ઉતરેલા શુભમ દુબેની કિસ્મત ખુલી ગઈ. આ બિડમાં તેને રાજસ્થાન રોયલ્સે 5 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો.
યશ દયાલ
યશ દયાલ માટે આરસીબીએ મોટી બોલી લગાવી અને 5 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો. ગઈ સિઝનમાં તે ગુજરાતમાં હતો અને રિંકુ સિંહે તેની સામે સતત પાંચ છગ્ગા ફટકાર્યા હતા.












Click it and Unblock the Notifications
