IPL Auction 2024 : ઘાતક બોલર માટે આરસીબીએ ઘણા રૂપિયા ખર્ચ્યા, આટલા રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો
આઈપીએલ મીની ઓક્શનમાં ટીમોએ પાણીની જેમ રૂપિયા વહાવ્યા છે. આ ક્રમમાં આરસીબીએ બોલિંગ માટે મોટી રકમ ખર્ચ કરી છે.
આરસીબીએ બોલિંગને મજબૂત કરવા વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બોલર અલ્ઝારી જોસેફને ટીમમાં સામેલ કર્યો છે. તગટી ફાઈટ બાદ આરસીબી અલ્ઝારી જોસેફને ટીમમાં સામેલ કરવામાં સફળ રહી.

અલ્જારી જોસેફ માટે આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર જોવા મળી. વચ્ચે ચેન્નાઈએ પણ બોલી લગાવી પરંતુ આખરે આરસીબીએ મેદાન માર્યુ.
ટક્કર બાદ આખરે આરસીબીએ અલ્ઝારી જોસેફને 11 કરોડ 50 લાખ રૂપિયા ખર્ચીને ટીમમાં સામેલ કર્યો. આરસીબીએ પેટ કમિન્સ માટે પણ બોલી લગાવી હતી પરંતુ તે હૈદરાબાદ સામે હારી ગઈ.
આરસીબીએ અલ્ઝારી જોસેફના રૂપમાં તેનો પ્રથમ ખેલાડી ખરીદ્યો. તેણે બોલરોના સ્લોટ્સ ભરવાનો હતો. આ વખતે આરસીબીએ તેની ટીમમાંથી હર્ષલ પટેલને રિલીઝ કર્યો હતો. આ વખતે હર્ષલને પંજાબ દ્વારા ખરીદવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
