IPL Auction 2024 : ઋષભ પંતે આઈપીએલ ઓક્શનમાં ભાગ લઈને નવો રેકોર્ડ બનાવ્યો, આવુ કરનારો પહેલો કેપ્ટન બન્યો

અકસ્માત બાદ ઋષભ પંત હવે ફિટ થઈ રહ્યો છે અને બહુ જલ્દી ફિલ્ડ પર ઉતરવા જઈ રહ્યો છે ત્યારે તેને આઈપીએલ ઓક્શનમાં એક નવો રેકોર્ડ પોતાના નામે દર્જ કરાવ્યો છે.

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન કેપ્ટન ઋષભ પંત આઈપીએ ઓક્શનમાં ટીમના ડિરેક્ટર સૌરવ ગાંગુલી અને મુખ્ય કોચ રિકી પોન્ટિંગ સાથે જોવા મળ્યો હતો. પંતે દુબઈના ઓક્શનમાં બેસીને ઈતિહાસ રચ્યો છે.

Rishabh Pant

કેપ્ટન ઋષભ પંત ઓક્શનમાં ભાગ લેનારો પહેલો વર્તમાન કેપ્ટન બન્યો છે. આ દરમિયાન તેણે બોલી પણ લગાવી. દિલ્હીએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આનો એક વિડિયો પણ શેર કર્યો છે.

આ વીડિયોમાં પંતે તેની તબિયત અંગે અપડેટ આપી અને કહ્યું કે, તે હવે ઘણું સારું અનુભવી રહ્યો છે અને તે હવે 100 ટકા ફિટનેસ તરફ છે. તેણે કહ્યું કે આગામી કેટલાક મહિનામાં તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.

IPL ના X એકાઉન્ટ પર પહેલીવાર IPL ઓક્શનમાં ભાગ લેનાર પંતનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેને ચાહકોમાં ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં પંતે કહ્યું કે તે હંમેશા ઓક્શનમાં ભાગ લેવાનું વિચારતો હતો. પરંતુ તે ખબર ન હતી. કે તે આટલું જલ્દી સાકાર થશે.

ઓક્શન પહેલા પંતે કહ્યું હતું કે, મને લાગતું હતું કે કોઈ દિવસ હું કોઈ ટીમને મદદ કરવા ટેબલ પર બેસીશ. હું નસીબદાર છું કે હું તે કરવા સક્ષમ છું. ચાહકો તરફથી ઘણો પ્રેમ અને આશા છે કે ઓક્શનમાં અમને જે જોઈએ છે તે મળશે.

ઋષભ પંતને IPL 2024 પહેલા દિલ્હીએ કેપ્ટન જાહેર કર્યો છે. ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે આઈપીએલ 2023માં તેની જગ્યા લીધી હતી, આ સમયે પંત ઈજાઓથી ઝઝૂમી રહ્યો હતો.

PL 2024ની મેચો શરૂ થાય ત્યાં સુધીમાં પંત સંપુર્ણ ફિટ થઈ જશ તે નક્કી છે. તેને ભયાનક અકસ્માતને યાદ કરતાં તેણે કહ્યું કે, મારી સાથે જે પ્રકારનો અકસ્માત થયો હતો, હું જીવિત છું એટલે નસીબદાર છું. આ એકદમ પડકારજનક હતું. શરુઆતમાં ખૂબ જ દુખાવો થતો હતો પરંતુ ત્યાંથી અત્યાર સુધીની સફર જોતા બધુ બરાબર ચાલી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X