IPL Auction 2024 : સમીર રિઝવી પર ચેન્નાઈએ રૂપિયાનો વરસાદ કર્યો, આટલા રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો

આઈપીએલ મીની ઓક્શનમાં ઘણી ઘણા ખેલાડીઓની કિસ્મત ચમકી છે. આ લિસ્ટમાં ભારતીય અનકેપ્ડ ખેલાડી સમીર રિઝવીનું નામ પણ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે સમીર રિઝવીને 8 કરોડ 40 લાખ રૂપિયા ખર્ચીને ટીમમાં સામેલ કર્યો છે. આઇપીએલ 2024 મીની ઓક્શન પહેલા જ સમીર રિઝવીનું નામ ચર્ચામાં હતું.

sameer rizvi

ઓક્શન પહેલા ઘણા જાણકારો માનતા હતા કે આ અનકેપ્ડ ભારતીય ખેલાડીને ઓક્શનમાં વદારે રૂપિયા મળશે. સમીર રિઝવી મેરઠનો છે અને બોલ અને બેટ સાથે ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે લાંબા સમયથી સમીર રિઝવી માટે બિડિંગ જોવા મળી હતી. આ પછી આખરે ચેન્નાઈ બાજી મારી લીધી.

સમીર રિઝવીએ ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ઘરેલું ટી 20 ફોર્મેટમાં તેના પ્રદર્શનથી તમામને ચૌકાવ્યા હતા. કાનપુર સુપરસ્ટાર ટીમ માટે રમતા તેણે ગોરખપુર લાયન્સ સામે 49 બોલમાં 104 રન ખડકી દીધા હતા. આ ઈનિંગ પછી તે ચર્ચામાં આવ્યો હતો.

ટી-20 માં સમીર રિઝવીના રેકોર્ડને જોઈએ તો તેણે અત્યાર સુધીમાં સરેરાશ 49.16 ની સરેરાશથી 11 મેચમાં 295 રન બનાવ્યા છે. આ દરમિયાન સમીર રિઝવીની સ્ટ્રાઈક રેટ 135 છે. ટી-20 ફોર્મેટમાં અત્યાર સુધીમાં સમીર રિઝવીના બેટમાંથી બે અડઝી સદીની ઇનિંગ્સ પણ આવી છે. આ જ કારણ છે કે આઈપીએલમાં તેને આટલા રૂપિયા મળ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X