IPL Auction 2024 : ગરીબીમાં ઉછરેલો વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી 7.4 કરોડમાં વેયાયો
આઈપીએલ 2024 ઓક્શનમાં ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. આ ક્રમમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીને લોટરી લાગી છે.
IPL ઓક્શનમાં મોટા નામો પર મોટી બોલી લાગી રહી છે તેમાં રાજસ્થાન રોયલ્સે રોવમેન પોવેલને મોટા રૂપિયા ખર્ચીને ટીમમાં સામેલ કર્યો છે.

પહેલાથી જ પોવેલ પર મોટી બોલી લગાવવામાં આવે તેવી ચર્ચા હતી અને માનવામાં આવતું હતું કે તેના પર રૂપિયાનો વરસાદ થશે. પ્રથમ સેટમાં પોવેલનું નામ સામે આવ્યું અને રાજસ્થાન રોયલ્સે 7 કરોડ 40 લાખ રૂપિયાની જોરદાર બોલી લગાવીને પોવેલને ખરીદ્યો.
પોવેલની કહાની સંઘર્ષોથી ભરેલી છે. ગરીબીને કારણે તેના પિતા તેને માતાના ગર્ભમાં જ મારી નાખવા માંગતા હતા. પોવેલે તેની માતાને વચન આપ્યું હતું કે તે તેને ગરીબીમાંથી બહાર લાવશે. તે ક્રિકેટર બન્યો અને તેના સારા દિવસો આવ્યા. હવે તે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાશે.
રોયલ્સે શરૂઆતથી જ તેને ટીમમાં સામેલ કરવા મન બનાવી લીધું હતું. રોયલ્સે તેને બેટ્સમેનના સ્લોટમાં ટાર્ગેટ કર્યો. પોવેલ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે.












Click it and Unblock the Notifications
