IPL Auction 2025 : પહેલા દિવસના ઓક્શન બાદ કઈ ટીમ પાસે કેટલા રૂપિયા? જાણો કોની પાસે સૌથી વધુ રૂપિયા

IPL Auction Remaining Purse : આઈપીએલ 2024 માટે પહેલા દિવસનું ઓક્શન પુરૂ થઈ ગયુ છે. પહેલા દિવસે મોટા ખેલાડીઓ માટે મોટી બોલી લાગી.

પહેલા દિવસે ટીમોએ દિલ ખોલીને રૂપિચા ખર્ચ્યા છે. આ જ કારણ છે કે હવે ટીમોના બાકી પર્સમાં વધારે રૂપિયા નથી રહ્યાં.

IPL Auction 2025

IPL ઓક્શનના પહેલા દિવસે તમામ ટીમોએ 468 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. આ તમામમાં ઋષભ પંત સૌથી મોંઘો ખેલાડી બન્યો. તે 27 કરોડમાં લખનઉ સુપર જાયન્ટ્સમાં સાથે જોડાયો.

આ સિવાય શ્રેયસ અય્યરના પણ ખાતામાં પણ ઘણા પૈસા આવ્યા છે. તે 26 કરોડ 75 લાખ રૂપિયાની બોલી સાથે પંજાબ કિંગ્સમાં સામેલ થયો છે. વેંકટેશ અય્યરને KKR 23 કરોડ 75 લાખમાં ટીમમાં સામેલ કર્યો છે. આ ડીલે તમામ લોકોને ચૌકાવ્યા છે.

ટોચના પાંચ ખેલાડીઓમાં સૌથી પહેલું નામ અર્શદીપ સિંહનું છે. બીજું નામ યુઝવેન્દ્ર ચહલનું છે. બંનેને પંજાબ કિંગ્સે 18-18 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. ટીમોએ હજુ પણ ઘણા બધા ખાલી સ્લોટ ભરવાના છે પરંતુ પૈસા ખાલી થઈ ગયા છે.

હવે પર્સમાં બાકી રહેલી રકમ પર નજર કરીએ તો RCB ટોચની ટીમ છે. તે પછી મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સનું નામ આવે છે. મુંબઈમાં ઘણા સ્લોટ ખાલી પડ્યા છે. RCB અને રાજસ્થાન રોયલ્સ પાસે પણ ઘણા સ્લોટ ખાલી છે.

પર્સમાં બાકી રહેલી રકમની વાત કરીએ તો RCB પાસે 30.65 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ પાસે 26.10 કરોડ, પંજાબ કિંગ્સ પાસે 22.50 કરોડ,નગુજરાત ટાઇટન્સ 17.50,મરાજસ્થાન રોયલ્સ પાસે, 17.35 કરોડ, ચેન્નાઇ સુપર કિંગ્સ પાસે 15.60 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ પાસે 14.85 કરોડ, દિલ્હી કેપિટલ્સ પાસે 13.80 કરોડ, કેકેઆર પાસે 10.05 કરોડ અને હૈદરાબાદ પાસે 5.5 કરોડ રૂપિયા બાકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X