IPL ફિક્સિંગ : છબી ખરડાવાની બીકે પેપ્સીનો સ્પોન્સરશિપ પાછી ખેંચવા વિચાર

ઉલ્લેખનીય છે કે આ પહેલા સહારાએ આઇપીએલમાંથી પોતાની ભાગીદારી પાછી ખેંચી લીધી હતી. હવે પેપ્સી દ્વારા સ્પોન્સરશિપ પાછી ખેંચી લેવાની મળેલી ઘમકીથી આઇપીએલને જોરદાર ઝટકો લાગી શકે એમ છે. વાસ્તવમાં પેપ્સીનું કહેવું છે કે આઇપીએલ 6 દરમિયાન તેના નફામાં વધારાને બદલે ઘટાડો નોંધાયો છે. અન્ય બ્રાન્ડની સરખામણીએ તેની બ્રાન્ડનું વેચાણ ઘટ્યું છે.
આ કારણે કંપનીના સંચાલકોનું માનવું છે કે આઇપીએલની છબી ખરાબ થવાને કારણે પેપ્સીની છબી ને અસર પહોંચી રહી છે. આ કારણે છબી વધારે ખરડાય નહીં તે માટે પેપ્સી આઇપીએલમાંથી સ્પોન્સરશિપ પાછી ખેંચવા માટે વિચારી રહી છે. જો કે તેના તાર પણ સ્પોટ ફિક્સિંગ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. આ ઝાટકો ના લાગે તે માટે આઈપીએલ મેનેજમેન્ટ પણ કંપનીના અધિકારીઓને સ્પોન્સરશિપ પાછી નહીં ખેંચવા માટે વાતચીત કરી કોઇ માર્ગ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જો કે કંપનીના અધિકારીઓએ સ્પોન્સરશિપ પાછી ખેંચવાના અંતિમ નિર્ણય અંગે મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું છે.












Click it and Unblock the Notifications
