IPL Final : કોલકત્તાએ ટોસ જીતી ચેન્નઈને પ્રથમ બેટિંગમાં ઉતાર્યુ!
આઈપીએલ 2021 ની ફાઈનલ મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. બન્ને ટીમો આજે ટાઈટલ કબ્જે કરવા માટે એડી ચોટીનું જોર લગાવશે.
આઈપીએલ 2021 ની ફાઈનલ મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. બન્ને ટીમો આજે ટાઈટલ કબ્જે કરવા માટે એડી ચોટીનું જોર લગાવશે. એક તરફ મોસ્ટ ફેવરિટ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ છે તો બીજી તરફ 2 વખતની ચેમ્પિયન ઈયોન મોર્ગનની કોલકત્તા નાઈટ રાઈડર્સ છે.

મેદાનમાં ઉતરતા પહેલા કોલકત્તાએ ટોસ જીત્યો હતો અને બોલિંગ કરવાનું પસંદ કરી ચેન્નઈને બેટિંગમાં ઉતારી છે. એક તરફ 3 વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને બીજી તરફ 2 વખતની ચેમ્પિયન કોલકત્તા રોમાંચક મુકાબલાની પુરી સંભાવના છે. આઈપીએલનો આ છેલ્લો મુકાલબો રોમાંચક રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
વાત કરવામાં આવે ચેન્નઈની તો ચેન્નઈ આઈપીએલ ટાઈટલ જીતવા માટે મોસ્ટ ફેવરિટ ટીમ માનવામાં આવી રહી છે. તો બીજી તરફ કોલકત્તા પણ ફુલ ફોર્મમાં છે. ક્વોલિફાયર મુકાબલામાં કોલકત્તાએ દિલ્હીને રોમાંચક મુકાબલામાં 3 વિકેટથી હરાવી ફાઈનલમાં જગ્યા પાક્કી કરી હતી. હવે જોવાનું એ રહે છે કે આઈપીએલનું ટાઈટલ કોના ખાતામાં જાય છે.
ચેન્નાઇ સુપર કિંગ્સ પ્લેઇંગ 11: ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ, રોબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયડુ, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, જોશ હેઝલવુડ.
કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ 11: શુભમન ગિલ, વેંકટેશ ઐયર, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, ઇઓન મોર્ગન (c), દિનેશ કાર્તિક (wk), શાકિબ અલ હસન, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
