IPL Final : અડધા મેચ વચ્ચે વરસાદની એન્ટ્રી, જાણો કોનું પલ્લુ ભારે?
અમદાવાદમાં ક્રિકેટ ફેન્સનો ઉત્સાહ ચરમસીમાએ છે ત્યારે હવે ફરીથી વરસાદે રોડા નાંખ્યા છે. એક દિવસ બરબાદ કર્યા બાદ હવે વરસાદે ફરીથી એન્ટ્રી કરી છે. જો આજે વરસાદ બંધ નહીં થાય તો મેચ પુરી રમાયા વગર જ વિજેતા જાહેર થઈ શકે છે.

જણાવી દઈએ કે, ગુજરાત ટાઈટન્સની પહેલી ઈનિંગ્સ પુરી થઈ ગઈ છે અને ટીમે 20 ઓવરમાં 214 રન બનાવ્યા છે. ગુજરાત તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ 96 રનની ઈનિંગ્સ રમી. આ સિવાય રિદ્ધિમાન સાહાએ પણ પોતાની અડધી સદી સાથે 54 રન બનાન્યા.
બીજી તરફ બેટીંગ માટે ઉતરેલી ચેન્નાઈની ટીમે 4 રન બનાવ્યા છે. અહીં સુધી મેચ રમાયા બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. હવે ફેન્સ વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, પહેલા જ વરસાદને કારણે એક દિવસ બરબાદ થઈ ચુક્યો છે. ગઈકાલે ભારે વરસાદને કારણે મેચ રદ કરવાની ફરજ પડી હતી. હવે આજે બફર્સ ડે પર પણ વરસાદ વરસતા મેચની મજા બગડી છે. હાલ ફેન્સ વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
