શું ધોની બોલિવૂડમાં આવવાની તૈયારી કરી રહ્યો છે?
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સંકેત આપ્યા છે કે આઈપીએલ 2022 રમ્યા બાદ તે આઈપીએલમાંથી પણ સંન્યાસ લેશે.
નવી દિલ્હી, 6 ઓક્ટોબર : ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સંકેત આપ્યા છે કે આઈપીએલ 2022 રમ્યા બાદ તે આઈપીએલમાંથી પણ સંન્યાસ લેશે. તાજેતરમાં CSK દ્વારા તેનો એક વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં તેણે IPL ની છેલ્લી મેચ તેના મનપસંદ ચેપૌક મેદાન પર રમવાની વાત કરી હતી. નિવૃત્તિના સમાચારો વચ્ચે મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન ધોનીને તેની ભાવિ યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું તો માહીએ રસપ્રદ જવાબ આપ્યો હતો.

ધોની બોલિવૂડમાં એન્ટ્રી કરશે?
ધોનીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તે ક્રિકેટ બાદ બોલિવૂડ તરફ વળશે? જેના પર ધોનીએ હસતા હસતા કહ્યું કે અભિનય તેના માટેની વસ્તુ નથી, બોલિવૂડમાં કામ કરવું સરળ નથી, ધોનીએ કહ્યું કે તે જાહેરાતોમાં ખૂબ ખુશ છે, અભિનય એક અઘરું કામ છે, જે તેના માટે સરળ નથી.

ક્રિકેટ સાથે જોડાયેલો રહીશ અને જાહેરાતો કરવાનું ચાલુ રાખીશ
ધોનીએ આગળ કહ્યું કે, અભિનેતાઓને તેમનું કામ કરવા દેવુ જોઈએ, હું ક્રિકેટ સાથે જોડાયેલો રહીશ અને એડ કરતો રહીશ, આનાથી વધુ નહીં.

ઘણા ક્રિકેટરોએ ફિલ્મોમાં કામ કર્યું છે
આ સવાલ ધોનીને એટલા પૂછવામાં આવ્યો હતો, કારણ કે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હરભજન સિંહ અને ઈરફાન પઠાણ જેવા ક્રિકેટરોએ ફિલ્મોમાં શરૂઆત કરી હતી, જ્યારે સૌરવ ગાંગુલીએ શોને હોસ્ટ કર્યો હતો, જ્યારે વીરેન્દ્ર સહેવાગ સોશિયલ મીડિયા પર તેની એક ચેનલ ચલાવી રહ્યો છે.

ધોની ક્રિકેટ પછી શું કરશે?
ધનીની ખૂબ નજીક રહેલો સુરેશ રૈના પણ પોતાની સંગીત કુશળતાને લોકો સમક્ષ રજૂ કરી રહ્યો છે, એટલે જ ફેન્સ ધોની ક્રિકેટ પછી શું કામ કરશે તે જાણવા માંગે છે, ધોની તેના નિર્ણયોથી દરેક ક્ષણે લોકોને ચોંકાવતો રહે છે. આ કારણસર તેને બોલિવૂડ વિશે પૂછવામાં આવ્યું હતું.

રાજકારણમાં નસીબ અજવામી શકે છે
અગાઉ એવા સમાચાર હતા કે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોની રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી શકે છે. એવા અહેવાલો હતા કે તે ઝારખંડથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે, પરંતુ તે પણ થોડા સમય પછી અફવા સાબિત થઈ હતી.

IPL માં ધોનીનો સિતારો ચમકી રહ્યો છે
હાલ આઈપીએલમાં ધોનીનો જલવો અકબંધ છે. તેની ટીમ IPL ની આ સિઝનમાં પ્લેઓફમાં પ્રવેશ કરનાર પ્રથમ ટીમ બની છે. ધોનીના નેતૃત્વમાં ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને લોકો તેને આ વખતે જીતની મજબૂત દાવેદાર માની રહ્યા છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
