For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીકાકારો અને મજાક ઉડાડનારાઓને ઇશાંતનો જડબાતોડ જવાબ

|
Google Oneindia Gujarati News

લંડન, 23 જુલાઇઃ લોર્ડ્સ ખાતે 28 વર્ષ બાદ ભારતે પહેલી ટેસ્ટ મેચ જીતી છે, જેમાં ઇશાંત શર્માએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. લોર્ડ્સ ખાતે 7 વિકેટ લીધા બાદ ઇશાંત શર્માએ કહ્યું છેકે, મારી મહેનત અને પ્રતિભાને ક્યારેય કોઇએ વખાણી નથી, માત્ર સાથી સભ્યો જ મારી મહેનતને વધાવે છે.

ઇશાંત શર્માએ કહ્યું કે, ક્યારેક ક્યારેક મને એવું લાગે છેકે મારા ટીમના સભ્યો સિવાય મારી મહેનતને કોઇ વખાણતું નથી, આજે પણ જ્યારે મે સાત વિકેટ લીધી છે તો લોકો મારી વાતો કરી રહ્યાં છે, પરંતુ જો મે રન આપ્યા હોત અને અમારી યોજના નિષ્ફળ ગઇ હોત તો લોકોએ મારી ઝાટકણી કાઢી હોત અને બિરદાવ્યો ના હોત કે મે 80 ઓવર જૂના બોલથી બાઉન્સર ફેંક્યા હતા.

આ પણ વાંચોઃ-લોર્ડ્સના 5 દિવસમાં વિશ્વ ક્રિકેટે જોયા ટીમ ઇન્ડિયાના પાંચ રત્નો
આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સિદ્ધિ

આવું દરેક વખતે મારી સાથે થતું રહે છે અને હવે મે એ વાતને સ્વીકારી લીધી છે. મારી પાસે એટલો અનુભવ છેકે હું એ વાતને સુનિશ્ચિત કરી શકુ છુ કે મારા અંગે કોણ શું બોલે છે તેનાથી મારા પ્રદર્શનને કોઇ અસર નહીં પહોંચે. હું એ વાત જાણું છું કે મારા સાથી સભ્યોને મારામાં વિશ્વાસ છે અન તે હું ટીમ માટે જે કરું છું તેને બિરદાવે છે અને તે મારા માટે પુરતું છે. ઇશાંતે વધુ શું કહ્યું તે જાણવા તસવીરો પર ક્લિક કરો.

આ પહેલા લોર્ડ્સમાં લીધી હતી ચાર વિકેટ

આ પહેલા લોર્ડ્સમાં લીધી હતી ચાર વિકેટ

ઇશાંત શર્માએ કહ્યું કે છેલ્લે જ્યારે મે લોર્ડ્સમાં ચાર વિકેટ લીધી હતી, તે વાત મને યાદ છે, મે પહેલા સેશનમાં સારી બોલિંગ કરી હતી, પરંતુ મને વિકેટ મળી નહોતી, પરંતુ ત્યાર પછી મે ચાર વિકેટ લીધી હતી.

જૂના અનુભવને કામે લગાડ્યો

જૂના અનુભવને કામે લગાડ્યો

ઇશાંતે કહ્યું કે એ વાત મને યાદ હતી, મને ખબર હતી કે મેદાન પર ઘણી વિકેટ મળે છે, પંરતુ મારે સંયમથી કામ લેવું પડશે. મે સમી અને ભુવીને પણ તેમ કરવા જ કહ્યું હતું અને તેમણે પણ એ જ પ્રકારે બોલિંગ નાંખી હતી.

ડંકન વધુ બાઉન્સ નાંખવાની સલાહ આપતા

ડંકન વધુ બાઉન્સ નાંખવાની સલાહ આપતા

ઇશાંતે કહ્યું કે, ડંકન મને હંમેશા વધુ બાઉન્સ નાંખવાનું કહેતા રહે છે, પરંતુ ક્યારેક તે કામ કરે છે, ક્યારેક આ રણનીતિ કામ કરતી નથી. મને અહીં એ શીખવા મળ્યું કે, સપાટ વિકેટ પર જો તમે સતત શોર્ટ પીસ બોલિંગ નાખો છો તો એવા પરિણામ મળે છે, જેની તમે કલપ્ના પણ નથી કરી હોતી.

મારા માટે નવો અનુભવ

મારા માટે નવો અનુભવ

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે એક ઇનિંગમા આટલા બધા બાઉન્સર ક્યારેય નાંખ્યા છે ખરા, તો તેણે જવાબ આપ્યો કે નહીં, તમે જીવનમાં નવી વસ્તુઓ શીખતા રહો છો. મારા માટે આ પણ એક નવો અનુભવ છે અને હું તેમાંથી શીખી રહ્યો છું.

English summary
Cynosure of all eyes after his fiery spell earned India its first Test victory at the iconic Lord's in 28 years, fast bowler Ishant Sharma feels his efforts are never appreciated by people other than his my team-mates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X