લોર્ડ્સના 5 દિવસમાં વિશ્વ ક્રિકેટે જોયા ટીમ ઇન્ડિયાના પાંચ રત્નો

લંડન, 22 જુલાઇઃ લોર્ડ્સ ટેસ્ટના પાંચ દિવસમાં ટીમ ઇન્ડિયાના પાંચ નાયક સામે આવ્યા અને આ જ પાંચ નાયકોએ ટીમ ઇન્ડિયાને 28 વર્ષ બાદ ઐતિહાસિક જીત અપાવી છે. આ નાયકોમાં 2 બેટ્સમેન, 2 બોલર અને એક ઓલરાઉન્ડર સામેલ છે. આ પાંચ હીરોએ ઇંગ્લેન્ડને પરાજયના દ્વાર દર્શાવી દીધા. જે પ્રકારે ઇંગ્લેન્ડના બોલર્સે સ્વિંગની મદદથી ભારતના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. તેવી જ રીતે ભારતીય બોલર્સે પણ સ્વિંગનો ફાયદો ઉઠાવીને ઇંગ્લેન્ડને તેમની જ રણનીતિ ઉપર ભારે પડી પરાજય દેખાડ્યો છે.

આ પણ વાંચોઃ-
લોર્ડ્સ ટેસ્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સિદ્ધિ
આ પણ વાંચોઃ- લોર્ડ્સમાં બચી લાજઃ 28 વર્ષ બાદ ભારતનો વિજય
આ પણ વાંચોઃ- નંબર 9 પર ચમકી રહ્યું છે ભારતનું ભાવી ક્રિકેટ
આ પણ વાંચોઃ- સૌરાષ્ટ્રવાસી રવિન્દ્ર જાડેજાની લોર્ડ્સમાં ‘તલવાર બાજી'
આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટઃ મેચમાં ભુવી અને હોટલમાં ભૂતોથી પરેશાન અંગ્રેજ

ભારતની લોર્ડ્સ ખાતેની જીત ઐતિહાસિક છે અને દેશભરના દરેક ક્રિકેટ પ્રેમી તથા પૂર્વ ક્રિકેટર હાલની યુવા ટીમ ઇન્ડિયા પર શુભેચ્છાઓનો વરસાદ કરી રહી છે, તથા જીત અપાવવામાં મહત્વનો ફાળો આપનારા ટીમ ઇન્ડિયાના એ પાંચ રત્નોના ભારોભાર વખાણ કરી રહ્યાં છે. તો ચાલો તસવીરો થકી આપણે પણ એ પાંચ નાયકોએ કરેલા ચમત્કાર પર એક નજર ફેરવીએ.

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે

ઇંગ્લેન્ડના ઝડપી બોલર્સે સ્વિંગનો ફાયદો ઉઠાવીને ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા. 145 રન પર 7 વિકેટ પડ્યા બાદ ટીમના સંકટમોચક બન્યો અજિંક્ય રહાણે. રહાણેની શાનદાર સદીના કારણે ટીમ ઇન્ડિયાએ પુનરાગ્મન કર્યું અને પહેલી ઇનિંગમાં સન્માનજનક સ્કોર કર્યો. રહાણેએ 154 બોલમાં 103 રન બનાવ્યા. પહેલો દિવસ ભારતીય હીરો અજિંક્ય રહાણેનો રહ્યો.

ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વર કુમાર

બીજો દિવસ ભુવનેશ્વર કુમારનો રહ્યો. ભુવનેશ્વર કુમારે પોતાની ઘાતક બોલિંગ થકી ટીમ ઇન્ડિયાનું પુનરાગ્મન કરાવ્યું. જેના કારણે ઇંગ્લેન્ડ માત્ર 24 રનની જ સરસાઇ મેળવી શક્યું. ભુવનેશ્વર કુમારે પહેલી ઇનિંગમાં 82 રન આપીને છ વિકેટ મેળવી હતી.

મુરલી વિજય

મુરલી વિજય

ત્રીજો દિવસ મુરલી વિજયનો રહ્યો. ત્રીજા દિવસે મુરલીની સામે ટીમને મજબૂત સ્કોર આપવાની જવાબદારી હતી અને તેણે એ જવાબદારી સમજદારીપૂર્વક સંભાળી. બીજી ઇનિંગમાં મુરલી વિજય ભલે સદી ન ફટકારી શક્યો પરંતુ તેણે 95 રનની ઇનિંગ રમીને પોતાનું કામ કરી દેખાડ્યું હતું.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

ચોથો દિવસ ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો રહ્યો. રવિન્દ્ર જાડેજાની અડધી સદીની મદદથી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે 319 રનનો પડકારજનક સ્કોર મુકવામાં સફળ રહી. જાડેજાએ ભુવનેશ્વર કુમાર સાથે આઠમી વિકેટ માટે 99 રનની ભાગીદારી નોંધાવીને મેચનો રૂખ ભારત તરફી કરી નાંખ્યો. બીજી ઇનિંગમાં જાડેજાએ માત્ર 57 બોલમાં 68 રન બનાવ્યા હતા.

ઇશાંત શર્મા

ઇશાંત શર્મા

મેચનો પાંચમો અને અંતિમ દિવસ રહ્યો ઇશાંત શર્માના નામે. જેણે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારતના વિજયને સુનિશ્ચિત કર્યો. ઇશાંતે આ મેચમાં 74 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. આખરે આ પાંચ નાયકોની કમાલના કારણે ટીમ ઇન્ડિયાએ ઐતિહાસિક જીત હાંસલ કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X