For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોર્ડ્સ ટેસ્ટઃ મેચમાં ભુવી અને હોટલમાં ભૂતોથી પરેશાન અંગ્રેજ

|
Google Oneindia Gujarati News

લંડન, 21 જુલાઇઃ આ વાત સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થશે અથવા તો અજીબો ગરીબ લાગશે, પરંતુ આ વાત સાચી છે અને હાલના સમયે લોર્ડ્સનું મેદાન જેટલું ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી માટે ચર્ચામાં છે, તેટલું જ તેનું પેવેલિયન અને ડ્રેસિંગ રૂમ પોતાની ભૂતોની સ્ટોરી માટે સુર્ખીઓમાં છે.

સમાચાર છેકે ઇંગ્લેન્ડના ખેલાડીઓની પત્નીઓએ લંડનની પ્રસિદ્ધ ફાઇવ સ્ટાર લંઘામ હોટલમાં રોકાવાની ના પાડી દીધી છે, કારણ કે તેમને લાગે છેકે આ હોટલના રૂમોમાં ભૂત છે. તેથી તે પોતાના પતિઓ અને પ્રેમીઓનું પેવેલિયન અને ડ્રેસિંગ રૂમમાં માથુ ખાઇ રહી છે અને કહી રહી છેકે તે આ પ્રસિદ્ધ લંઘામ હોટલમાં નહીં રોકાય.

આ પણ વાંચોઃ- સૌરાષ્ટ્રવાસી રવિન્દ્ર જાડેજાની લોર્ડ્સમાં ‘તલવાર બાજી'
આ પણ વાંચોઃ- લૉર્ડ્સમાં ફતેહની તૈયારીમાં ભારત, જીત માટે છ વિકેટની જરૂર
આ પણ વાંચોઃ- અનુષ્કા માટે બેબાકળો બન્યો વિરાટ, મેનેજમેન્ટને કરી આવી અપીલ
આ પણ વાંચોઃ- ટી-20 ક્રિકેટમાં પહેલીવારઃ નારાયણે નાંખી સુપર ઓવર મેઇડન

સમાચારપત્ર ડેઇલી મેઇલ અનુસાર લંડનની જાણીતી લંઘામ હોટલમાં ભૂતો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જે પોતાની અજીબો ગરીબ હરકતોથી અહીં રોકાનારાઓને પરેશાન કરી રહ્યાં છે. લંડનમાં મેચ દરમિયાન અવાર-નવાર ઇંગ્લેન્ડની ટીમ આ હોટલમાં રોકાય છે. હવે ખેલાડીઓએ આ હોટલને ભૂતિયા ગણાવીને પોત-પોતાના રૂમ બદલવાની વાત કરી છે અને આ માટે તેમણે પોતાના મેનેજમેન્ટને સૂચિત પણ કરી દીધા છે.

સ્ટૂઅર્ટ બ્રોડે કરી પૃષ્ટિ

સ્ટૂઅર્ટ બ્રોડે કરી પૃષ્ટિ

આ અંગે પૃષ્ટિ કરતા બ્રોડે કહ્યું છેકે, શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ દરમિયાન મારે રૂમ બદલવો પડ્યો હતો. રૂમમાં એટલી ગરમી હતી કે હું ત્યાં ઉંઘી શક્યો નહોતો. અચાનક મારા રૂમના બાથરૂમનો નળ ચાલું થઇ ગયો, ત્યારબાદ જેવી મે લાઇટ શરૂ કરી તો નળ બંધ થઇ ગયો અને લાઇટ બંધ કરતા નળ ફરી ચાલું થઇ ગયો હતો.

બ્રોડની પ્રેમિકાને પણ થયો છે અજીબો ગરીબ અનુભવ

બ્રોડની પ્રેમિકાને પણ થયો છે અજીબો ગરીબ અનુભવ

બ્રોડે કહ્યું કે તેમની પ્રેમિકા બેલેને પણ આવો અજીબો ગરીબ અનુભવ થઇ ચૂક્યો છે. તેણે કહ્યું કે, મને ખબર છેકે મોઇન અલીની પત્ની પણ ભૂતોના ભયથી અહીંયા નથી રોકાતા. ભારત સામેની મેચમાં હું સારી રીતે ઉંઘી શક્યો છું, પરંતુ ગયા મહિને શ્રીલંકા સામે મારો અનુભવ ઘણો ખરાબ રહ્યો છે. એક રાત્રે હું અંદાજે 1.30 વાગ્યે જાગ્યો, મને એવું લાગી રહ્યું હતું કે મારા રૂમમાં મારી સિવાય પણ કોઇક છે.

શું કહે છે, ભારતીય પ્રશંસકો

શું કહે છે, ભારતીય પ્રશંસકો

હાલ તો શું સાચું છે અને ખોટું તે કહેવું યોગ્ય નથી, અને સત્ય તપાસ બાદ બહાર આવશે, પરંતુ એ વાતમાં જરા પણ શંકા નથી કે આ સમાચારથી ક્રિકેટ પ્રેમીઓને ચર્ચા કરવાની એક તક મળી ગઇ છે. અનેક ભારતીય પ્રશંસકોનું માનવું છેકે આ બધુ અંગ્રેજો જાણી જોઇને કરી રહ્યાં છે, કારણ કે તેમને ખબર છેકે ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગના કારણે ભારત પોતાની બીજી ટેસ્ટ જીતી શકે છે, તેઓ હારના ભયથી આવી વિચિત્ર વાતો મીડિયામાં ફેલાવી રહ્યાં છે.

રૂમ નંબર 333 સૌથી ભયાવહ

રૂમ નંબર 333 સૌથી ભયાવહ

લંડનની જાણીતી લંઘામ હોટલ 1865માં ખુલી હતી. તેને વિશ્વની સૌથી ભયાનક હોટલ તરીકે માનવામાં આવે છે. માનવામાં આવે છેકે, અહીંનો રૂમ નંબર 333 સૌથી વધુ ભયાવહ છે.

હોટલે પોતાની વેબસાઇટમાં કર્યો છે તેનો ખુલાસો

હોટલે પોતાની વેબસાઇટમાં કર્યો છે તેનો ખુલાસો

હોટલે પોતાની વેબસાઇટમાં પણ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છેકે, વર્ષ 1973માં બીબીસી રેડિયોના ઉદઘોષકના રૂપમાં કામ કરી રહેલા જેમ્સ એલેક્ઝાન્ડર ગોડરેન એક રાત્રે અચાનક જાગી ગયા અને તેમણે જોયું કે રૂમમાં લાગેલા એક બલ્બે માનવ રૂપ ધારણ કર્યું છે. જ્યારે જેમ્સે તેને પૂછ્યું કે તેને શું જોઇએ છે તો તે હવામા તરતો તેમની નજીક આવી ગયો. આ દરમિયાન જેમ્સ રૂમમાંથી ભાગી ગયા, ભૂતના હાથ ફેલાયેલા હતા અને પગ જમીનમં ઘુસેલા હતા.

English summary
In a bizarre development, several England cricketers have requested a change of rooms, saying their five-star London hotel is haunted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X